શરૂઆતના કારોબારમાં બજારમાં આવી તેજી, નિફ્ટી 11,900ની પાર

03 July, 2019 10:15 AM IST  |  દલાલ સ્ટ્રીટ મુંબઈ

શરૂઆતના કારોબારમાં બજારમાં આવી તેજી, નિફ્ટી 11,900ની પાર

બીએસઈ

શૅર બજાર આજે બુધવારે વધારા સાથે ખુલ્યું. બૉમ્બે સ્ટૉક એક્સચેન્જના સેન્સેક્સ ઈન્ડેક્સ આજે 91.09 અંકોના વધારા સાથે 39,907.57 પર ખુલ્યું. માર્કેટના ઓપન થયા બાદ શરૂઆતના કારોબારમાં પણ સેન્સેક્સમાં મામૂલી તેજી જોવા મળી. જ્યાં નેશનલ સ્ટૉક એક્સચેન્જના નિફ્ટી ઈન્ડેક્સ આજે 11,932.15 અંકો પર 22.15 અંકોના વધારા સાથે ખુલ્યું.

સવારે માર્કેટ ઓપન થતી વખતે બૉમ્બે સ્ટૉક એક્સચેન્જના સેન્સેક્સ ઈન્ડેક્સ 55.80 અંકોના વધારા સાથે 39,872.28 પર કારોબાર કરી રહ્યા હતા. ત્યાં નેશનલ સ્ટૉક એક્સચેન્જના નિફ્ટી ઈન્ડેક્સ 11.60 અંકોના વધારા સાથે 11,921.90 અંકો પર કારોબાર કરી રહ્યા હતા. નિફ્ટીની 50 કંપનીઓમાંથી 30 કંપનીઓના શૅર લીલા નિશાન પર અને 20 કંપનીઓના શૅર લાલ નિશાન પર કારોબાર કરતા દેખાયા.

આ કંપનીઓના શૅરોમાં તેજી દેખાઈ

નેશનલ સ્ટૉક એક્સચેન્જના નિફ્ટી સામેલ 50 કંપનીઓમાંથી સૌથી વધારે તેજી YES BANK, Indiabulls Housing Finance Limited, INDUSIND BANK, Mahindra & Mahindra Limited અને ASIAN PAINTના શૅરોમાં જોવા મળી રહી છે.

નિફ્ટીમાં સામેલ આ કંપનીઓના શૅરોમા ઘટાડો

Vનિફ્ટી 50માં સામેલ આ કંપનીઓમાંથી Vedanta Limited, Dr. Reddy's Laboratories Limited, Oil & Natural Gas Corporation Limited, GAIL અને Hindalco Industries Limited કંપનીઓના શૅર લાલ નિશાન સાથે કારોબાર કરી રહ્યા હતા.

આ પણ વાંચો : બેન્કોમાં લાવારિશ પડ્યા છે 14,578 કરોડ, કોઈ નથી દાવેદાર

રૂપિયો અને ક્રૂડ ઑયલ

ભારતીય રૂપિયો આજે 8 પૈસાની મજબૂતી સાથે એક ડૉલરના મુકાબલે 68.85 પર ખુલ્યું. મંગળવારને આ એક ડૉલરના મુકાબલે 68.93 પર બંધ થયું હતું. જ્યાં ક્રૂડ ઑયલની કિંમતોમાં આજે બુધવારે તેજી જોવા મળી છે. એના પાછલા સેશનમાં ક્રૂડ ઑયલમાં 4%નો ઘટાડો જોવા મળ્યો હતો.

sensex nifty bombay stock exchange national stock exchange business news