શરૂઆતના કારોબારમાં સપાટ રહ્યું શૅર બજાર, જાણો કયા શૅરોમાં આવી તેજી

12 July, 2019 10:25 AM IST  |  દલાલ સ્ટ્રીટ મુંબઈ

શરૂઆતના કારોબારમાં સપાટ રહ્યું શૅર બજાર, જાણો કયા શૅરોમાં આવી તેજી

શરૂઆતના કારોબારમાં સપાટ રહ્યું શૅર બજાર

શૅર બજારમાં આજે શુક્રવારે શરૂઆત કારોબાર સપાટ જોવા મળ્યો છે. બૉમ્બે સ્ટૉક એક્સચેન્જના સેન્સેક્સ ઈન્ડેક્સ આજે લગભગ 118 અંકોના વધારા સાથે 38,941.10 પર ખુલ્યું. જોકે બજાર ઓપન થયા બાદ થોડો ઘટાડો જોવા મળ્યો. સમાચાર લખે ત્યાં સુધી સેન્સેક્સ 38,780.36 અંક પર પહોંચ્યું. ત્યાં નેશનલ સ્ટૉક એક્સચેન્જના નિફ્ટી ઈન્ડેક્સ આજે લગભગ 19 અંકોના વધારા સાથે 11,601.15 પર ખુલ્યું. નોંધનીય છે કે સોમવારે ભારતીય શૅર બજારમાં 9 મહિનાનો સૌથી મોટો ઘટાડો જોવા મળ્યો હતો.

સમાચાર લખતા સમયે સવારે 9 વાગીને 45 મિનિટ પર બૉમ્બે સ્ટૉક એક્સચેન્જના સેન્સેક્સ ઈન્ડેક્સ 14.83 અંકોના ઘટાડા સાથે 38,808.28 પર કારોબાર કરી રહ્યા હતા. ત્યાં નેશનલ સ્ટૉક એક્સચેન્ડના નિફ્ટી ઈન્ડેક્સ પોણા દસ વાગ્યે 12.80 અંકોના ઘટાડા સાથે 11,570.10 અંકો પર કારોબાર કરી રહ્યા હતા. નિફ્ટીની 50 કંપનીઓમાંથી 19 કંપનીઓના શૅર લીલા નિશાન પર અને 30 કંપનીઓના શૅર લાલ નિશાન પર કારોબાર કરતા દેખાયા.

આ કંપનીઓના શૅરોમાં દેખાઈ તેજી

નેશનલ સ્ટૉક એક્સચેન્જના નિફ્ટીની 50 કંપનીઓમાંથી સૌથી વધારે તેજી UPL Limited, SUN PHARMA, NTPC, RELIANCE અને UltraTech Cement Limitedના શૅરોમાં જોવા મળી રહી છે.

આ કંપનીઓના શૅરોમાં દેખાયો ઘટાડો

નિફ્ટી 50માં સામેલ કંપનીઓમાંથી PRO, JSW Steel Limited, JSW Steel Limited, Bharti Airtel Limited અને Indian Oil Corporation Limited કંપનીઓના શૅર લાલ નિશાન સાથે કારોબાર કરી રહ્યા હતા.

sensex nifty bombay stock exchange national stock exchange business news