શૅર બજારે ગુમાવી તેજી, સેન્સેક્સ 407 અંકના ઘટાડા સાથે બંધ

21 June, 2019 04:02 PM IST  |  દલાલ સ્ટ્રીટ મુંબઈ

શૅર બજારે ગુમાવી તેજી, સેન્સેક્સ 407 અંકના ઘટાડા સાથે બંધ

શૅર બજારે ગુમાવી તેજી

ભારતીય શૅર બજારમાં છેલ્લા બે દિવસથી નજર આવી રહેલી તેજી આજે પૂર્ણ થઈ ઘઈ અને બજાર લાલ નિશાનમાં બંધ થયું. સપ્તાહના છેવટના દિવસે સવારે 150 અંકોની કમજોરી સાથે ખુલેલા સેન્સેક્સ ઈન્ડેક્સ દિવસભર પ્રત્યનો છતાં લપસી ગયા અને અંતમાં 407 અંકના ઘટાડા સાથે 39,194ના સ્તર પર બંધ થયા. જ્યાં નિફ્ટી 107 અંકના ઘટાડા સાથે 11,724ના સ્તર પર બંધ થયું.

એની પહેલા ગુરૂવારે શૅર બજારે જબરદસ્ત તેજી દેખાડી હતી અને 488 અંકોની તેજી સાથે 39,601ના સ્તર પર બંધ થયુ હતું. જ્યારે નિફ્ટી 140 અંક ઘટીને 11,831ના સ્તર પર બંધ થયા છે.

આ કંપનીઓના શૅરોમાં દેખાઈ તેજી

નેશનલ સ્ટૉક એક્સચેન્જના નિફ્ટીમાં સામેલ 50 કંપનીઓમાંથી સૌથી વધારે તેજી UPL Limited, Adani Ports and Special Economic Zone Limited, Hindalco Industries Limited, Grasim Industries Limited અને Vedanta Limitedના શૅરોમાં દેખાઈ રહી છે.

નિફ્ટીમાં સામેલ આ કંપનીઓના શૅરોમાં ઘટાડો

નિફ્ટી 50માં સામેલ કંપનીઓમાંથી Zee Entertainment Enterprises Limited, Yes Bank Limited, Tata Motors Limited, Indiabulls Housing Finance Limited, MARUTI અને Zee Entertainment Enterprises Limited કંપનીઓના શૅર લાલ નિશાન સાથે કારોબાર કરી રહ્યા હતા.

sensex bombay stock exchange national stock exchange business news nifty