શરૂઆતના કારોબારમાં તેજી યથાવત, સેન્સેક્સ 39950ની પાર

04 July, 2019 10:15 AM IST  |  દલાલ સ્ટ્રીટ મુંબઈ

શરૂઆતના કારોબારમાં તેજી યથાવત, સેન્સેક્સ 39950ની પાર

શરૂઆતના કારોબારમાં તેજી યથાવત

શૅર બજાર આજે ગુરૂવારના વધારા સાથે ખુલ્યું. બૉમ્બે સ્ટૉક એક્સચેન્જના સેન્સેક્સ ઈન્ડેક્સ આજે 78.4 અંકોના વધારા સાથે 39.917.65 પર ખુલ્યું. માર્કેટના ઓપન થયા બાદ શરૂઆત કારોબારમાં પણ સેન્સેક્સમાં તેજી જોવા મળી. જ્યાં નેશનલ સ્ટૉક એક્સચેન્જના નિફ્ટી ઈન્ડેક્સ આજે 11,928.80 અંકો પર લગભગ 12 અંકોના વધારા સાથે ખુલ્યું.

સવારે 9 વાગીને 39 મિનિટ પર બૉમ્બે સ્ટૉક એક્સચેન્જના સેન્સેક્સ ઈન્ડેક્સ 107.34 અંકોના વધારા સાથે 39,946.59 પર કારોબાર કરી રહ્યા હતા. ત્યાં નેશનલ સ્ટૉક એક્સચેન્જના નિફ્ટી ઈન્ડેક્સ 9 વાગીને 38 મિનિટ પર 29.80 અંકોના વધારા સાથે 11,946.55 અંકો પર કારોબાર કરી રહ્યા હતા. નિફ્ટીના 50 કંપનીઓમાંથી 35 કંપનીઓના શૅર લીલા અને 15 કંપનીઓના શૅર લાલ નિસાન પર કારોબાર કરતા દેખાયા.

આ કંપનીઓના શૅરોમાં દેખાઈ તેજી

નેશનલ સ્ટૉક એક્સચેન્જના નિફ્ટીમાં સામેલ 50 કંપનીઓમાંથી સૌથી વધારે તેજી YES BANK, Indiabulls Housing Finance Limited, UPL Limited, Eicher Motors Limited અને Kotak Mahindra Bank Limitedના શૅરોમાં તેજી જોવા મળી.

નિફ્ટીમાં સામેલ આ કંપનીઓના શૅરોમાં ઘટાડો

નિફ્ટી 50માં સામેલ કંપનીઓમાંથી TITAN, HCL Technologies Limited, Bharti Infratel Limited, BAJAJ-AUTO અને JSW Steel Limited કંપનીઓના શૅર લાલ નિશાન સાથે કારોબાર કરી રહ્યા હતા.

રૂપિયો અને ક્રૂડ ઑયલ

ભારતીય રૂપિયો આજે 9 પૈસાની મજબૂતી સાથે એક ડૉલરના મુકાબલે 68.82 પર ખુલ્યો. બુધવારે એક ડૉલરના મુકાબલે 68.91 પર બંધ થયો હતો. જ્યાં ક્રૂડ ઑયલની કિંમતોમાં આજે ગુરૂવારે ઘટાડો જોવા મળ્યો છે.

sensex nifty bombay stock exchange national stock exchange business news