સેન્સેક્સ 40,000 અને નિફ્ટી 12,000ને પાર પહોંચ્યું

23 May, 2019 10:35 AM IST  |  દલાલ સ્ટ્રીટ મુંબઈ

સેન્સેક્સ 40,000 અને નિફ્ટી 12,000ને પાર પહોંચ્યું

નિફ્ટી 11,900ની પાર

સેન્સેક્સ લાઈવ અપડેટ : લોકસભા ચૂંટમી 2019ની મતગણતરી આજે થઈ રહી છે જેમાં ભારતીય શૅર બજાર પોઝિટવ ખુલ્યું હતું અને હાલ બીએસઈ 900 પોઈન્ટના ઉછાળા સાથે 40,000ને પાર પહોંચ્યું, તો નિફ્ટી 262ના ઉછાળા સાથે 12,000ને પાર પહોંચી રેકોર્ડ નોંધાવ્યો. ઉલ્લેખનીય છે કે ચૂંટણી પરિણામમાં હાલ NDA આગળ ચાલી રહ્યું છે અને દેશભરમાં મોદી લહેર થઈ રહી છે.

લોકસભાની ચૂંટણીઓના પરિણામોના વલણોની શરૂઆત થઈ ગઈ છે અને શરૂઆતી વલણમાં એનડીએને વધારો મળતો દેખાઈ રહ્યો છે. શૅર બજાર પર પણ એની અસર જોવા મળી રહી છે. બીએસઈના સેન્સેક્સ 532 અંકના ઉછાળા સાથે 39,643 પર કારોબાર કરતા નજર આવી રહ્યા છે. ત્યાં એનએસઈના નિફ્ટી પણ 163.43 અંકોની તેજી સાથે 11,901.30ના સ્તર પર કારોબાર કરતા નજર આવી રહ્યા છે. જણાવી દઈએ કે વધારા સાથે બજાર ખુલવાના સંકેત SGX Niftyથી મળી ચૂક્યા હતા જે 11850ના સ્તર પર કારોબાર કરી રહ્યા હતા.

એશિયાઈ શૅર બજારના વલણોનું ભારતીય શૅર બજાર પર અસર થતી નથી જોવા મળી. ચીન અને અમેરિકાના વચ્ચે ચાલી રહેલા ટ્રેડ વૉરની આશંકાથી એશિયાઈ બજારોમાં ઘટાડા સાથે કારોબાર થતો નજર આવ્યો.

બીએસઈ સેન્સેક્સમાં સામેલ 30માંથી 27 શૅર લીલા નિશાનમાં કારોબાર કરતા નજર આવ્યા. સૌથી વધારે તેજી ઈન્ડસઈન્ડ બેન્કમાં દેખાઈ જે 6.22%ની તેજી સાથે કારોબાર કરી રહ્યા હતા. એસબીઆઈમાં 4.56%, યસ બેન્કમાં 3.12%, પાવરગ્રિડમાં 3.08% અને એચડીએફસી 2.76%ની તેજી સાથે કારોબાર કરી રહ્યા હતા.

નિફ્ટીમાં સામેલ 50 શૅરોમાંથી 45 શૅર વધારા સાથે કારોબાર કરતા નજર આવ્યા. સૌથી વધારે તેજી ઈન્ડસઈન્ડ બેન્કમાં દેખાઈ જે 6.18%ના વધારા સાથે કારોબાર કરી રહ્યા હતા. નિફ્ટી 50માં સામેલ ઈન્ડિયાબુલ્સ હાઉસિંગ ફાઈનાન્સના શૅર પણ 5.17%ની તેજી સાથે કારોબાર કરી રહ્યા હતા.

business news sensex bombay stock exchange national stock exchange