Closing Bell, શૅર બજાર ઘટાડા સાથે થયું બંધ, BPCL, IOCના શૅર્સ તૂટ્યા

30 July, 2020 03:46 PM IST  |  Dalal Street Mumbai | Gujarati Mid-day Online Correspondent

Closing Bell, શૅર બજાર ઘટાડા સાથે થયું બંધ, BPCL, IOCના શૅર્સ તૂટ્યા

શૅરલ માર્કેટ

આજના કારોબારી સત્રના દિવસે સેન્સેક્સ અને નિફ્ટી 0.9% નબળા થઈને બંધ થયા છે. અંતમાં નિફ્ટી 11100ની આસપાસ બંધ થયા છે અને સેન્સેક્સ 37736 પર બંધ થયા છે. દિવસના Gપરી સ્તરોથી સેન્સેક્સ 335 અંકો સુધી પહોંચ્યું, જ્યારે નિફ્ટીમાં 100 અંકોનો ઘટાડો જોવા મળ્યો છે.

જો કે મિડકેપ અને સ્મૉલકેપ શેરોમાં વેચવાલી જોવા મળી રહી છે. બીએસઈના મિડકેપ ઈન્ડેક્સ 0.38 % સુધીને ઘટીને બંધ થયા છે, જ્યારે નિફ્ટીના મિડકેપ 100 ઈન્ડેક્સમાં 0.83%નો ઘટાડો નોંધાયો છે. બીએસઈના સ્મૉલકેપ ઈન્ડેક્સ 0.43%ની નબળાઈની સાથે બંધ થયા છે.

છેવટે બીએસઈના 30 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ 335.06 અંક એટલે કે 0.88%ના ઘટાડાની સાથે 37736.07ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે. જ્યારે એનએસઈના 50 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ નિફ્ટી 100.70 અંક એટલે કે 0.90 %ઘટીને 11102.20 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે.

આ શૅર્સમાં ઘટાડો અને ઉછાળો

બેન્કિંગ, પીએસયુ બેન્ક, પ્રાઈવેટ બેન્ક, ફાઈનાન્સ સર્વિસ, મેટલ, રિયલ્ટી, એફએમસીજી અને ઑટો શેરોમાં 0.08-1.98 ટકા સુધીનું દબાણ જોવામાં આવ્યુ. બેન્ક નિફ્ટી 1.95 ટકાના ઘટાડાની સાથે 21,646.85 ના સ્તર પર બંધ થયા છે. જ્યારે ફાર્મા અને આઈટી શેરોમાં ઉછાળો જોવા મળ્યો છે.

દિગ્ગજ શેરોમાં બીપીસીએલ, ઈન્ડસઈન્ડ બેન્ક, આઈઓસી, એચડીએફસી, એક્સિસ બેન્ક અને ભારતી એરટેલ 2.81-7.93% સુધી તૂટીને બંધ થયા છે. જ્યારે દિગ્ગજ શેરોમાં ડૉ.રેડ્ડીઝ, સન ફાર્મા, વિપ્રો, વેદાંતા અને મારૂતિ સુઝુકી 1.21-4.60%વધ્યો છે.

business news sensex nifty bombay stock exchange national stock exchange