નિફ્ટી 11,000ની ઉપર, સેન્સેક્સમાં મામૂલી વધારો, આ શૅરોમાં આવ્યો ઉછાળો

11 September, 2019 10:14 AM IST  |  દલાલ સ્ટ્રીટ મુંબઈ

નિફ્ટી 11,000ની ઉપર, સેન્સેક્સમાં મામૂલી વધારો, આ શૅરોમાં આવ્યો ઉછાળો

શૅર બજાર

શૅર બજાર આજે બુધવારે વધારા સાથે ખુલ્યું છે. બૉમ્બે સ્ટૉક એક્સચેન્જના સેન્સેક્સ ઈન્ડેક્સ આજે 105.58 અંકોના વધારા સાથે 37,251.03 પર ખુલ્યા છે. સમાચાર લખે ત્યા સુધી 37,273.15 અંકો સુધી ગયા. ત્યાં નેશનલ સ્ટૉક એક્સચેન્જના નિફ્ટી ઈન્ડેક્સ આજે 25.45 અંકોના વધારા સાથે 11,028.50 પર ખુલ્યા છે. સમાચાર લખે ત્યા સુધી 11,036.45 અંકો સુધી ગયા.

આજે સવારે સાડા નવ વાગ્યે સેન્સેક્સ 67.91 અંકોના વધારા સાથે 37,213.36 પર કારોબાર કરી રહ્યા હતા અને નિફ્ટી 37.20 અંકોના વધારા સાથે 11,040.25 પર કારોબાર કરી રહ્યા હતા. સમાચાર લખે ત્યા સુધી નિફ્ટીની 50 કંપનીઓમાંથી 40 કંપનીઓના શૅર લીલા નિશાન અને 10 કંપનીઓના શૅર લાલ નિશાનમાં કારોબાર કરી રહ્યા હતા.

આ કંપનીઓના શૅર્સમાં દેખાઈ તેજી

શરૂઆતી કારોબારમાં નેશનલ સ્ટૉક એક્સચેન્જના નિફ્ટીની 50 કંપનીઓના શૅરોમાં સૌથી વધારે તેજી YES BANK, TATA MOTORS, JSW STEEL LIMITED, TATA STEEL અને VEDANTA LIMITED કંપનીઓના શૅરોમાં દેખાઈ રહી છે.

આ કંપનીઓના શૅરોમાં દેખાયો ઘટાડો

શરૂઆતના કારોબારમાં નિફ્ટી 50માં સામેલ કંપનીઓમાંથી WIPRO, GAIL, INFOSYS LIMITED, KOTAK BANK અને TECH MAHINDRA LIMITED કંપનીઓના શૅરોમાં આજે સૌથી વધારે ઘટાડો દેખાઈ રહ્યો છે.

sensex nifty bombay stock exchange national stock exchange business news