નવા રેકૉર્ડ સ્તર પર બંધ થયું સેન્સેક્સ-નિફ્ટી, આ શૅર્સમાં દેખાઈ તેજી

29 December, 2020 05:37 PM IST  |  Dalal Street Mumbai | Gujarati Mid-day Online Correspondent

નવા રેકૉર્ડ સ્તર પર બંધ થયું સેન્સેક્સ-નિફ્ટી, આ શૅર્સમાં દેખાઈ તેજી

બીએસઈ

નાણાકીય અને આઈટી કંપનીઓના શૅરોમાં તેજી પ્રમુખ ઘરેલૂ સૂચકાંક સતત પાંચમાં સત્રમાં વધારા સાથે નવો રેકોર્ડ ઉચ્ચ સ્તર પર બંધ થયું છે. BSEના 30 શૅરો પર આધારિત સેન્સેક્સ ઈન્ડેક્સ 259.33 અંક એટલે 0.55 ટકાના વધારા સાથે 47,613.08 અંકના સ્તર પર બંધ થયું છે. એવી જ રીતે NSE Nifty 59.40 અંક એટલે 0.43ની તેજી સાથે 13,932.60 અંકના સ્તર પર બંધ થયું છે. આઈટી અને બેન્કિંગ સેક્ટરના ઈન્ડેક્સમાં વધારો જોવા મળ્યો હતો. જોકે અન્ય સેક્ટોરિયલ ઈન્ડેક્સ લાલ નિશાન સાથે બંધ થયા છે.

BSE Sensex પર ઈન્ડસઈન્ડ બેન્કના શૅરમાં સૌથી વધારે 5.41 ટકાનો ઉછાળો જોવા મળ્યો. Axis Bankના શૅરોમાં 2.06 ટકા, ટેક મહિન્દ્રાના શૅરોમાં 1.95 ટકા અને એચડીએફસીના શૅરોમાં 1.92 ટકાની તેજી જોવા મળી હતી. આ સિવાય આઈસીઆઈસીઆઈ બેન્ક, એચસીએલ ટેક, એચડીએફસી બેન્ક, ભારતીય સ્ટેર બેન્ક, આઈટીસી, ઈન્ફોસિસ, બજાજ ઑટો. કોટક મહિન્દ્રા બેન્ક, સન ફાર્મા, એશિયન પેન્ટ્સ અને ટીસીએસના શૅર લીલા નિશાન સાથે બંધ થયા હતા.

બીજી તરફ નેસ્લે ઈન્ડિયાના શૅર સૌથી વધારે 1.74 ટકાના ઘટાડા સાથે બંધ થયા છે. આ સિવાય એનટીપીસી, પાવર ગ્રિડ, ડૉ રેડ્ડીઝ, રિલાયન્સ, ઓએનજીસી, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, લાર્સન એન્ડ ટુબ્રો, મારૂતિ, ભારતી એરટેલ, હિન્દુસ્તાન યૂનિલીવર, બજાજ ફિનસર્વ, ટાઈટન, બજાજ ફાઈનાન્સ અને અલ્ટ્રાટેક સિમેન્ટના શૅર ઘટાડા સાથે બંધ થયા.

business news sensex nifty bombay stock exchange national stock exchange