Share Market: શૅર બજારમાં મોટો ઘટાડો, સેન્સેક્સ 536 અંક નીચે થયું બંધ

28 January, 2021 03:50 PM IST  |  Dalal Street Mumbai | Gujarati Mid-day Online Correspondent

Share Market: શૅર બજારમાં મોટો ઘટાડો, સેન્સેક્સ 536 અંક નીચે થયું બંધ

બીએસઈ

સપ્તાહના ચોથા કારોબારના દિવસે શૅર બજાર ભારે ઘટાડા સાથે બંધ થયું છે. બૉમ્બે સ્ટૉક એક્સચેન્જના પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ 535.57 અંક ઘટીને 46,874.36ના સ્તર પર અને નેશનલ સ્ટૉક એક્સચેન્જના નિફ્ટી 149.95 અંક તૂટીને 13,187.55ના સ્તર પર બંધ થયું છે. આજે ઘરેલૂ શૅર બજારની શરૂઆત ઘટાડા સાથે થઈ છે. સવારે Sensex 523.14 અંક ઘટીને 46,886.79 અનં નિફ્ટી 167.80 અંક તૂટીને 13,799.70ના સ્તર પર કારોબાર કરી રહ્યા હતા.

સેન્સેક્સના સૌથી વધારે ઘટાડાવાળા શૅરોમાં હિન્દુસ્તાન યૂનિલીવર 3.65 ટકા, મારૂતિ, એચડીએફસી બેન્ક, પાવરગ્રિડ, કોટક બેન્ક અને ઈન્ડસઈન્ડ બેન્કના શૅર રહ્યા છે. જ્યારે વધતા શૅરોમાં એક્સિસ બેન્ક, SBIN, ઓએનજીસી, આઈસીઆઈસીઆઈ બેન્ક અને Ultracemcoના શૅરનો સામેવશ થાય છે. છેલ્લા કારોબારી દિવસે સેન્સેક્સ 937.66 અંક તૂટીને 47,409.93 અંકના સ્તર પર બંધ થયું હતું.

આઈટી, ઑટો, એફએમસીજી અને રિયલ્ટી શૅરોથી બજાર કમજોર રહ્યું હતું. ગ્લોબલ સંકેતોની વાત કરીએ તો આજે એશિયાઈ બજારોમાં ભારે વેચવાલી જોવા મળી રહી છે. બુધવારે ત્રણેય મોટા અમેરિકાના બજાર પણ કમજોર થઈને બંધ થયા હતા. બીજી તરફ શૅર બજારમાં ઘટાડો અને યૂએસ ચલણની મજબૂતીના કારણે રૂપિયો ગુરૂવારે શરૂઆતના કારોબાર દરમિયાન 21 પૈસા તૂટીને 73.13 ના સ્તર પર આવી ગયો. ઈન્ટરબેન્ક વિદેશી મુદ્રા બજારમાં ઘરેલૂ એકમ અમેરિકી ડૉલરના મુકાબલે 73.13 પર ખુલ્યું છે, જે છેલ્લા બંધના મુકાબલે 21 પૈસાનો ઘટાડો દર્શાવે છે. રૂપિયો બુધવારના ડૉલરના મુકાબલે 72.92 પર બંધ થયો હતો. વૈશ્વિક તેલ બેન્ચમાર્ક બ્રેન્ટ ક્રૂડ વાયદા 0.61 ટકા ઘટીને 55.47 ડૉલર પ્રતિ બેરલ રહ્યો હતો.

આજના કારોબારમાં લગભગ 1543 શૅરોમાં ઉછાળ્યો રહ્યો, જ્યારે 1285 શૅરોમાં ઘટાડો નોંધાયો હતો. 161 શૅરોમાં કોઈ ફેરફાર થયો નથી.

sensex nifty bombay stock exchange national stock exchange business news