રેકોર્ડ ઉંચાઈ બાદ સેન્સેક્સ 299 અને નિફ્ટી 81 અંક તૂટ્યું

23 May, 2019 04:26 PM IST  |  દલાલ સ્ટ્રીટ મુંબઈ

રેકોર્ડ ઉંચાઈ બાદ સેન્સેક્સ 299 અને નિફ્ટી 81 અંક તૂટ્યું

શૅર બજારમાં ઘટાડો

લોકસભા ચૂંટણી 2019ના પરિણામના દિવસે ભાજપના નેતૃત્વવાળી એનડીએને પૂર્ણ બહુમત મળવાના વલણની સાથે જ ભારતીય શૅર બજારે નવું ઈતિહાસ રચ્યું છે. સેન્સેક્સે જ્યાં 40124.96નો સ્તર સ્પર્શ કર્યો. જ્યાં નિફ્ટીએ પણ નિષ્ણાતના અનુમાન અનુસાર 12,000નો આંકડો પાર કરીને 12,041.15નાા સ્તરને સ્પર્શ કર્યો. જોકે, બપોરે નફાવસૂલીના કારણે શૅર બજારમાં ઘટાડો દેખાયો. આ વેચવાલીના કારણથી સેન્સેક્સ 298.82 અંકોના ઘટાડા સાથે 38,811.39 પર અને નિફ્ટી 80.85 અંક ઘટીને 11,657.05 પર બંધ થયા.

સીએનઆઈ રિસર્ચના ચેરમેન કિશોર ઓસ્તવાલે કહ્યું કે બજારમાં ઘટાડાની એક મોટી નફાવસૂલી છે. નિફ્ટીની સાપ્તાહિક એક્સપાયરીની શૉર્ટ કવરિંગ પણ ટ્રેડર્સે કરી. આ કારણથી સેન્સેક્સ અને નિફ્ટી લાલ નિશાનમાં બંધ થયા. ઓસ્તવાલે કહ્યું કે બે-ત્રણ કારોબારી સત્રો બાદ એકવાર ફરી બજાર જોશમાં દેખાયું.

સેન્સેક્સમાં સામેલ આ શૅરોમાં આવેલી તેજી: સેન્સેક્સમાં સામેલ કંપનીઓમાં ઈન્ડસઈન્ડ બેન્કમાં 5.37%, હીરો મોટોકોર્પમાં 1.93%, કોલ ઈન્ડિયામાં 1.56%, યસ બેન્કમાં 1.53%, પાવરગ્રિડમાં 1.29% અને એચસીએલ ટેક ટેક્નોલૉજીસમાં 1.28%નો ઘટાડો નોંધવામાં આવ્યો.

આ શૅરોમાં આવેલો ઘટાડો: સેન્સેક્સમાં સામેલ જે શૅરોમાં સૌથી વધારે ઘટાડો નોંધવામાં આવ્યો એમાં વેદાન્તા, આઈટીસી, ટાટા મોટર્સ, એચડીએફસી બેન્ક, બજાજ ફાઈનાન્સ, સન ફાર્મા અને ટાટા સ્ટીલ સામેલ છે.

સેક્ટોરિયલ ઈન્ડેક્સનો હાલ જોઈએ તો નિફ્ટી મીડિયા અને રિયલ્ટીને છોડીને બધા ઘટાડા સાથે બંધ થયા. સૌથી વધારે ઘટાડો નિફ્ટી એફએમસીજી ઈન્ડેક્સમાં નોંધવામાં આવ્યો, જે 1.73%ના ઘટાડા સાથે બંધ થયા. 

sensex bombay stock exchange national stock exchange business news