શૅર બજારમાં ઘટાડો અકબંધ, સેન્સેક્સ 230 અંક ઘટીને થયું બંધ

09 May, 2019 04:13 PM IST  |  દલાલ સ્ટ્રીટ મુંબઈ

શૅર બજારમાં ઘટાડો અકબંધ, સેન્સેક્સ 230 અંક ઘટીને થયું બંધ

શૅર બજારમાં ઘટાડો અકબંધ

આંતરરાષ્ટ્રીય સ્તર પર ચાલી રહેલા ઉથલ-પાથલનો અસર ભારતીય શૅર બજારો પર સતત નજર આવી રહ્યો છે. છેલ્લા બે દિવસથી મોટો ઘટાડો દર્શાવી રહેલું શૅર બજાર ગુરૂવારના દિવસે પણ લાલ નિશાન પર જ બંધ થયું છે. સવારે બજાર ખુલતા જ સેન્સેક્સ લગભગ 200 અંક સુધી નીચે તૂટ્યું.

જોકે બાદ એમા રિકવરી નજર આવી પરંતુ ફરીથી એ વધારે સમય સુધી નહી રહી અને અંતમાં સેન્સેક્સ 230 અંકોની કમજોરી સાથે 37,558ના સ્તર પર બંધ થયું અને નિફ્ટી 57 અંકના ઘટાડા સાથે 11,301ના સ્તર પર બંધ થયું છે.

સેક્ટોરિયલ ઈન્ડેક્સનો હાલ જોઈએ તો આજના કારોબારમાં નિફ્ટી ઑટો 0.09%ની તેજી, નિફ્ટી ફાઈનાન્સ સર્વિસ 0.34%નો ઘટાડો, નિફ્ટી એફએમસીજી 0.27%ની તેજી, નિફ્ટી આઈટી 0.44%ની તેજી, નિફ્ટી મેટલ 1.43%નો ઘટાડો, નિફ્ટી ફાર્મા 0.29%ની તેજી અને નિફ્ટી રિયલ્ટી 0.34%ની તેજી સાથે કારોબાર કરી બંધ થયા છે.

આ પણ વાંચો : સેન્સેક્સ 142 અંક તૂટ્યું, નિફ્ટી ઘટાડા સાથે 11,303 પર

વૈશ્વિક બજારનો હાલ જોઈએ તો આજના કારોબારમાં બધા એશિયાઈ બજારોએ ઘટાડા સાથે શરૂઆત કરી છે. સવારે 9 વાગ્યે જાપાનના નિક્કેઈ 1.24%ના ઘટાડા સાથે 21334 પર, ચીનના શાંઘાઈ 1.19%ના ઘટાડા સાથે 2859 પર, હેન્ગસેન્ગ 1.67%ના ઘટાડા સાથે 28520ના સ્તર પર અને તાઈવાનના કૉસ્પી 1.22%ના ઘટાડા સાથે 2141ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે. જ્યાં અમેરિકા બજારની વાાત કરીએ તો વીતેલા દિવસે ડાઓ જોન્સ 0.01%ની તેજી સાથે 25967ના સ્તર પર, સ્ટાન્ડર્ડ એન્ડ પુઅર્સ 0.16%ના ઘટાડા સાથે 2879ના સ્તર પર અને નાસ્ડેક 0.26%ના ઘટાડા સાથે 7943ના સ્તર પર કારોબાર કરી બંધ થયા હતા.

business news sensex bombay stock exchange national stock exchange