શૅર બજારમાં મામૂલી તેજી, સેન્સેક્સમાં 22 અંકનો ઉછાળો

16 May, 2019 10:13 AM IST  |  દલાલ સ્ટ્રીટ મુંબઈ

શૅર બજારમાં મામૂલી તેજી, સેન્સેક્સમાં 22 અંકનો ઉછાળો

શૅર બજારે સુસ્ત શરૂઆત કરી

ગુરૂવારના કારોબારી સત્રમાં ભારતીય શૅર બજારે સુસ્ત શરૂઆત કરી છે. સવારે 9 વાગીને 21 મિનિટે સેન્સેક્સ 22 અંકોના ઉછાળા સાથે 37,137ના સ્તર પર અને નિફ્ટી 6 અંકના વધારા સાથે 11,163ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે. નિફ્ટી 50 શેર્સમાંથી 30 લીલા અને 20 લાલ નિશાનમાં કારોબાર કરી રહ્યા છે. ઈન્ડેક્સની વાત કરીએ તો નિફ્ટીના મિડકેપ 0.29%નો ઘટાડો અને સ્મૉલકેપ 0.15%ના ઘટાડા સાથે કારોબાર કરી રહ્યા છે. નોંધનીય છે કે બુધવારના કારોબારમાં સેન્સેક્સ 203.65 અંકોના ઘટાડા સાથે 37,114.88 પર અને નિફ્ટી પણ 65.05 તૂટીને 11,157ના સ્તર બંધ થયું હતું.

સેક્ટોરિયલ ઈન્ડેક્સનો હાલ જોઈએ તો સવારે સાડા નવ વાગ્યે નિફ્ટી ઑટો 0.18%ની તેજી, નિફ્ટી ફાઈનાન્સ સર્વિસ 0.08%નો ઘટાડો, નિફ્ટી એફએમસીજી 0.10%નો ઘટાડો, નિફ્ટી આઈટી 0.36%ની તેજી, નિફ્ટી મેટલ 0.38%ની તેજી, નિફ્ટી ફાર્મા 1,25%નો ઘટાડો અને નિફ્ટી રિયલ્ટી 0.46%ની તેજી સાથે કારોબાર કરી રહ્યા છે.

વૈશ્વિક બજારના હાલ પર નજર કરીએ તો આજે પ્રમુખ એશિયાઈ બજારોએ મિશ્ર શરૂઆત કરી છે. સવારે 9 વાગ્યે જાપાનના નિક્કેઈ 0.63%ના ઘટાડા સાથે 21055ના સ્તર પર, ચીનના શાંઘાઈ 0.24%ની તેજી સાથે 2945ના સ્તર પર, હેન્ગસેન્ગ 0.22%ની તેજી સાથે 28330ના સ્તર પરહ અને તાઈવાનના કૉસ્પી 0.56%ના ઘટાડા સાથે 2081ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે. જો અમેરિકા બજારની વાત કરીએ તો કાલે ડાઓ જોન્સ 0.45%ની તેજી સાથે 25648ના સ્તર પર, સ્ટાન્ડર્ડ એન્ડ પુઅર્સ 0.58%ની તેજી સાથે 2850ના સ્તર પર નાસ્ડેક 1.13%ની તેજી સાથે 7822ના સ્તર પર કારોબાર કરી બંધ થયા હતા.

sensex bombay stock exchange national stock exchange business news