વધારા સાથે બંધ થયું શૅર બજાર, સેન્સેક્સ 278 અંક ઉપર

16 May, 2019 04:03 PM IST  |  દલાલ સ્ટ્રીટ મુંબઈ

વધારા સાથે બંધ થયું શૅર બજાર, સેન્સેક્સ 278 અંક ઉપર

વધારા સાથે બંધ થયું શૅર બજાર

ભારતીય શૅર બજારમાં બુધવારે તેજીનું વલણ જોવા મળ્યું હતું પરંતુ દિવસના અંતમાં ઘટાડા સાથે બજાર બંધ થયું હતું. પરંતુ ગુરૂવારના કારોબારી સત્રમાં ભારતીય શૅર બજારે સુસ્ત શરૂઆત દેખાડ્યા બાદ જબરદસ્ત તેજી જોવા મળી છે. અંતમાં 278 અંકોના વધારો સાથે 37,393ની તેજી સાથે બંધ થયું છે જ્યાં નિફ્ટી 100 અંક ચઢીને 11,257ના સ્તર પર બંધ થયું છે.

નોંધનીય છે કે બુધવારના કારોબારમાં સેન્સેક્સ 203.65 અંકના ઘટાડા સાથે 37,114.88 પર અને નિફ્ટી પણ 65.05 અંક તૂટીને 11,,157ના સ્તર પર બંધ થયું હતું.

વૈશ્વિક બજારના હાલ પર નજર કરીએ તો આજે પ્રમુખ એશિયાઈ બજારોએ મિશ્ર શરૂઆત કરી છે. સવારે 9 વાગ્યે જાપાનના નિક્કેઈ 0.63%ના ઘટાડા સાથે 21055ના સ્તર પર, ચીનના શાંઘાઈ 0.24%ની તેજી સાથે 2945ના સ્તર પર, હેન્ગસેન્ગ 0.22%ની તેજી સાથે 28330ના સ્તર પરહ અને તાઈવાનના કૉસ્પી 0.56%ના ઘટાડા સાથે 2081ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે. જો અમેરિકા બજારની વાત કરીએ તો કાલે ડાઓ જોન્સ 0.45%ની તેજી સાથે 25648ના સ્તર પર, સ્ટાન્ડર્ડ એન્ડ પુઅર્સ 0.58%ની તેજી સાથે 2850ના સ્તર પર નાસ્ડેક 1.13%ની તેજી સાથે 7822ના સ્તર પર કારોબાર કરી બંધ થયા હતા.

sensex bombay stock exchange national stock exchange business news