શૅર બજારની સારી શરૂઆત, સેન્સેક્સ 300 અંક ઉપર

10 June, 2019 10:02 AM IST  |  દલાલ સ્ટ્રીટ મુંબઈ

શૅર બજારની સારી શરૂઆત, સેન્સેક્સ 300 અંક ઉપર

શૅર બજારની સારી શરૂઆત

સપ્તાહના પહેલા કારોબારી દિવસે ભારતીય શૅર બજારે સારી શરૂઆત કરી છે. સેન્સેક્સ અને નિફ્ટી 0.8%થી વધારે મજબૂત થઈને કારોબાર કરી છે. આજે નિફ્ટી 12000ની નજીક દેખાઈ રહ્યા છે. જ્યારે સેન્સેક્સે 39930ની ઊપર છે. સેન્સેકસ 317 અંક ઉછળો છે તો નિફ્ટી 90.00 અંક વધ્યો છે.

જો કે મિડકેપ અને સ્મૉલકેપ શેરોમાં મજબૂત કારોબાર થતા જોવા મળી રહ્યો છે. BSEના મિડકેપ ઈન્ડેક્સ 0.71% વધીને કારોબાર કરી રહ્યા છે. નિફ્ટીના મિડકેપ 50 ઈન્ડેક્સમાં 0.74%ની મજબૂતી આવી છે. બીએસઈના સ્મૉલકેપ ઈન્ડેક્સમાં 0.42% વધારો છે.

બેન્કિંગ, મેટલ, ફાઈનાન્સ સર્વિસ, રિયલ્ટી, આઈટી, ફાર્મા અને એફએમસીજી શેરોમાં ખરીદારીનો માહોલ જોવામાં આવી રહ્યો છે. બેન્ક નિફ્ટી 0.90% વધીને 31347.20ના સ્તર પર આવી ગયો છે.

હાલમાં બીએસઈના 30 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ 316.54 અંક એટલે કે 0.80%ની તેજીની સાથે 39932.44 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે. જ્યારે, એનએસઈના 50 શેરો વાળા પ્રમુખ ઈનેડક્સ નિફ્ટી 90.00 અંક એટલે કે 0.76%ના ઉછાળાની સાથે 11960.70 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે.

business news bombay stock exchange national stock exchange sensex