શરૂઆતના કારોબારમાં શૅર બજારમાં ઉતાર-ચઢાવ, આ શૅર્સમાં દેખાઈ તેજી

30 December, 2020 09:40 AM IST  |  Dalal Street Mumbai | Gujarati Mid-day Online Correspondent

શરૂઆતના કારોબારમાં શૅર બજારમાં ઉતાર-ચઢાવ, આ શૅર્સમાં દેખાઈ તેજી

શૅર માર્કેટ. તસવીર સૌજન્ય - જાગરણ

ઘરેલૂ શૅર બજારમાં બુધવારે શરૂઆતના કારોબારમાં ઉતાર-ચઢાવ જોવા મળી રહ્યો છે. BSEના 30 શૅરો પર આધારિત સૂચકાંક બુધવારે 176 અંકના વધારા સાથે ખુલ્યું છે. જોકે જલદી જ પ્રોફિટ બુકિંગના દબાણને કારણે તેમાં ઘટાડો જોવા મળ્યો હતો. સવારે 9.40 વાગ્યે સેન્સેક્સમાં 48.36 અંક એટલે 0.10 ટકાના ઘટાડા સાથે 47,564.72 અંકના સ્તર પર કારોબાર થઈ રહ્યું હતું. અગાઉ સત્રમાં Sensex 47,613.08 અંકના સ્તર પર બંધ થયું હતું. તેમ જ સવારે 9.48 વાગ્યે NSE Niftyમાં 2.55 અંક એટલે 0.02 ટકાના ઘટાડા સાથે 13,930.05 અંક પર કારોબાર થઈ રહ્યો હતો.

Sensex પર ટેક મહિન્દ્રાના શૅરમાં સૌથી વધારે 0.99 ટકાનો વધારો જોવા મળી રહ્યો હતો. તેમ જ એચસીએલ ટેક, કોટક મહિન્દ્રા બેન્ક, બજાજ ફાઈનાન્સ, ઓએનજીસી, ટીસીએસ, નેસ્લે ઈન્ડિયા, એચડીએફસી બેન્ક, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, મારૂતિ, હિન્દુસ્તાન યૂનિલીવર લિમિટેડ, એશિયન પેન્ટ્સ અને અલ્ટ્રાટેક સિમેન્ટના શૅરોમાં ગ્રીન સિગ્નલ સાથે કારોબાર થઈ રહ્યો હતો.

તેમ જ સવારે 9.42 સુધી સેન્સેક્સ પર ઈન્ડસઈન્ડ બેન્કના શૅરોમાં સૌથી વધારે ઘટાડો જોવા મળી રહ્યો હતો. બીજી તરફ એસબીઆઈ, એક્સિસ બેન્ક, લાર્સન એન્ડ ટુબ્રો, એચડીએફસી, ભારતી એરટેલ, રિલાયન્સ, ટાઈટન, આઈસીઆઈસીઆઈ બેન્ક, બજાજ ફિનસર્વ, આઈટીસી, પાવર ગ્રિડ, બજાજ ઑટો, ડૉ રેડ્ડીઝ, ઈન્ફોસિસ અને એનટીપીસીના શૅર લાલ નિશાનમાં નજર આવી રહ્યા હતા.

sensex nifty bombay stock exchange national stock exchange business news