Share Market : સેન્સેક્સ 335 અંક ઉછળીને 48,400ની પહોંચ્યુ પાર

08 January, 2021 09:47 AM IST  |  Dalal Street Mumbai | Gujarati Mid-day Online Correspondent

Share Market : સેન્સેક્સ 335 અંક ઉછળીને 48,400ની પહોંચ્યુ પાર

બીએસઈ

આજે સપ્તાહના અંતિમ કારોબારી દિવસે એટલે ગુરૂવારે શૅર બજારની શરૂઆત વધારા સાથે થઈ છે. બૉમ્બે સ્ટૉક એક્સચેન્જના પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ 335 અંક ઉપર ખુલ્યું છે. જ્યારે નેશનલ સ્ટૉક એક્સચેન્જના નિફ્ટીની શરૂઆત 14,237ના સ્તર પર થયું છે. સવારે 9.27 વાગ્યે સેન્સેક્સ 332.98 અંકોના ઉછાળા સાથે 48,426.30 અને નિફ્ટી 101.45 અંકોના વધારા સાથે 14,238.80ના સ્તર પર કારોબાર કરી રહ્યા હતા. તે સમયે નિફ્ટીના 50 શૅરોમાંથી 46 શૅર લીલા નિશાન પર અને 4 શૅર લાલ નિશાનમાં કારોબાર કરી રહ્યા હતા.

ગુરૂવારે ઘરેલૂ શૅર બજારમાં 81 અંકનો ઘટાડો જોવા મળ્યો. BSEના 30 શૅરો પર આધારિત ઈન્ડેક્સ Sensex 80.74 અંક એટલે 0.17 ટકાના ઘટાડા સાથે 48,093.32 અંકના સ્તર પર બંધ થયું હતું. એ જ રીતે NSE Nifty 8.90 અંક એટલે 0.06 ટકાના ઘટાડા સાથે 14,137.35 અંકના સ્તર પર બંધ થયું છે.

ન્યૂઝ એજન્સી પીટીઆઈ મુજબ એલકેપી સિક્યોરિટીઝમાં સંશોધન વિભાગ એસ રંગનાથને કહ્યું, જ્યાર્જિયા સેનેટ બેઠક પર ડેમોક્રેટ ઉમેદવારોની જીત બાદ સવારના સત્રમાં વૈશ્વિક સંકેતો સકારાત્મક હતા. જોકે બપોરના સત્રમાં એફએમસીજી શૅરોમાં પ્રોફિટ બુકિંગ જોવા મળી હતી. બાદ શૅર બજાર 48 હજાર અંક ઉપર બંધ થયું. આવું નાણાકીય અથવા ધાતુ સેક્ટરની કંપનીઓના સ્ટૉકમાં ખરીદીને કારણે થયું હતું. એશિયાના અન્ય બજારોની વાત કરીએ તો શાંઘાઇ, ટોક્યો અને સિઓલના શૅર બજારો લીલા નિશાન સાથે બંધ થયા છે. તે જ સમયે, હોન્ગકોન્ગના શેર બજારોમાં ઘટાડો જોવા મળ્યો.

આજે શરૂઆતના કારોબારમાં પ્રમુખ શૅરોમાં ટીસીએસ, સિપ્લા, ઈન્ફોસિસ, ડૉ રેડ્ડીઝ અને આઈટીસીના શૅર લીલા નિશાનમાં ખુલ્યા છે. તેમ જ હિન્ડાલ્કો, ટાટા સ્ટીલ, એચડીએફસી, પાવર ગ્રિડ અને જેએસડબ્લ્યૂ સ્ટીલના શૅર લાલ નિશાનમાં ખુલ્યા છે. સેક્ટોરિયલ ઈન્ડેક્સમાં આજે બધા સેક્ટર્સ લીલા નિશાનમાં ખુલ્યા. એમાં ફાર્મા, આઈટી, એફએમસીજી, મેટલ, ફાઈનાન્સ સર્વિસિઝ, રિયલ્ટી, પીએસયૂ હેન્ક, પ્રાઈવેટ બેન્ક, મીડિયા અને ઑટો સામેલ છે.

છેલ્લા કારોબારી દિવસે આજે ઘરેલૂ શૅર બજારની શરૂઆત વધારા સાથે થઈ હતી. ઈન્ડેક્સ સેન્સેક્સ 285.67 અંક 0.59 ટકા ઉપર 48459.73ના સ્તર પર ખુલ્યું હતું. તેમ જ નિફ્ટી 83.70 અંક 0.59 ટકા ઉપર 14230ના સ્તર પર ખુલ્યું હતું.

sensex nifty bombay stock exchange national stock exchange business news