શૅર માર્કેટની શરૂઆત વધારા સાથે થઈ, સેન્સેક્સમાં 83 અંકનો ઉછાળો

08 July, 2020 09:43 AM IST  |  Dalal Street Mumbai | Gujarati Mid-day Online Correspondent

શૅર માર્કેટની શરૂઆત વધારા સાથે થઈ, સેન્સેક્સમાં 83 અંકનો ઉછાળો

બીએસઈ

આજે શૅર માર્કેટની દિવસની શરૂઆત વધારા સાથે જોવા મળી રહી છે. આજના કારોબારી દિવસે ભારતીય બજારોમાં વધારા સાથે કારોબાર જોવા મળી રહ્યો છે. નિફ્ટી 10800ની ઉપર છે જ્યારે સેન્સેક્સમાં 83 અંકોનો વધારો જોવા મળી રહ્યો છે. સેન્સેક્સ અને નિફ્ટી 0.2%ની મજબૂતીની સાથે કારોબાર કરી રહ્યા છે.

જો કે મિડકેપ અને સ્મૉલકેપ શેરોમાં ખરીદારી દેખાઈ રહી છે. બીએસઈના મિડકેપ ઈન્ડેક્સ 0.49 ટકા વધ્યા છે, જ્યારે નિફ્ટીના મિડકેપ 100 ઈન્ડેક્સમાં 0.62% ટકાનો વધારો નોંધાયો છે. BSEના સ્મૉલકેપ ઈન્ડેક્સ 0.62%ની મજબૂતી દેખાઈ રહી છે.

હાલમાં બીએસઈના 30 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ 83.03 અંક એટલે કે 0.23%ના વધારાની સાથે 36757.55 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે. જ્યારે એનએસઈના 50 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ નિફ્ટી 30.40 અંક એટલે કે 0.28%ની મજબૂતીની સાથે 10830.10 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે.

બેન્કિંગ, પીએસયુ બેન્ક, પ્રાઇવેટ બેન્ક, રિયલ્ટી, ઑટો, ફાર્મા, એફએમસીજી અને મેટલ શેરોમાં 1.04-0.12% ની મજબૂતી જોવા મળી રહી છે. જ્યારે બેન્ક નિફ્ટી 0.53% વધારાની સાથે 22,747.95ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે. જ્યારે આઈટી શેરોમાં દબાણ દેખાઈ રહ્યુ છે.

બજારમાં કારોબારના આ સમય દરમ્યાન દિગ્ગજ શેરોમાં ઈન્ડસઈન્ડ બેન્ક, જેએસડબ્લ્યુ સ્ટીલ, એસબીઆઈ, સિપ્લા, ટાટા સ્ટીલ, બજાજ ઑટો, યુપીએલ અને હિંડાલ્કો 1.21-3.89% સુધી ઉછળા છે. જ્યારે દિગ્ગજ શેરોમાં ઈન્ફોસિસ, એચસીએલ ટેક, અલ્ટ્રાટેક સિમેન્ટ, અદાણી પોર્ટ્સ, મારૂતિ સુઝુકી, એક્સિસ બેન્ક અને બ્રિટાનિયા 0.46-1.59% ઘટ્યો છે.

મિડકેપ શેરોમાં વરોક એન્જિનયર્સ, શ્રીરામ ટ્રાન્સફર, એમઆરપીએલ, સેલ અને એયુ સ્મૉલ ફાઈનાન્સ 4.99-4.26% સુધી વધ્યા છે. જો કે મિડકેપ શેરોમાં ફ્યુચર રિટેલ, આઈડીબીઆઈ બેન્ક, ક્યુમિન્સ, રેમ્કો સિમેન્ટ્સ અને આઈજીએલ 4.99-4.26% સુધી લપસ્યા છે.

sensex nifty business news bombay stock exchange national stock exchange