Share Market: વધારા સાથે ખુલ્યું શૅર બજાર, સેન્સેક્સમાં 287 અંકોની તેજી

05 August, 2020 09:44 AM IST  |  Dalal Street Mumbai | Gujarati Mid-day Online Correspondent

Share Market: વધારા સાથે ખુલ્યું શૅર બજાર, સેન્સેક્સમાં 287 અંકોની તેજી

ભારતીય શૅર બજાર

સપ્તાહના ત્રીજા કારોબારી દિવસે શૅર બજાર વધારા સાથે ખુલ્યું છે. સવારે 9.19 વાગ્યે બૉમ્બે સ્ટૉક એક્સચેન્જના સેન્સેક્સ ઈન્ડેક્સ 287.04 અંકોના ઉછાળા સાથે 37.974.95 અને નેશનલ સ્ટૉક એક્સચેન્જના નિફ્ટી 78.75 અંકના વધારા સાથે 11,174 પર ખુલ્યું છે. નિફ્ટીના 50 શૅરોમાંથી 46 શૅર લીલા નિશાન પર અને 4 શૅર લાલ નિશાનમાં કારોબાર કરી રહ્યા છે. મંગળવારે ભારતીય શૅર બજાર ભારે વધારા સાથે બંધ થયું હતું. બૉમ્બે સ્ટૉક એક્સચેન્જના સેન્સેક્સ ઈન્ડેક્સ મંગળવારે 748.31 અંકના વધારા સાથે 37,687.91 પર બંધ થયું. નેશનલ સ્ટૉક એક્સચેન્જના નિફ્ટી ઈન્ડેક્સ પણ મંગળવારે ભારે વધારા સાથે બંધ થયું. નિફ્ટી મંગળવારે 1.94 ટકા એટલે 211.25 અંકના વધારા સાથે 11,102.85 પર બંધ થયું.

દિગ્ગજ શૅરોમાં ઇન્ફ્રાટેલ, એલ એન્ડ ટી, રિલાયન્સ, ઇન્ફોસિસ, ગ્રાસિમ, ટેક મહિન્દ્રા, ડોક્ટર રેડ્ડી, એચડીએફસી, ઓએનજીસી અને એસબીઆઈની શરૂઆત વધારા સાથે થઈ છે. તેમ જ ટાટા મોટર્સ, ટાઇટન, પાવર ગ્રિડ, બીપીસીએલ, હિન્દુસ્તાન યુનિલીવર, હિન્ડાલ્કો, કોટક બેન્ક, એચડીફસી. બેન્ક, બજાજ ઓટો અને આઈઓસીના શૅર ઘટાડા પર ખુલ્યું.

મંગળવારે અમેરિકી બજારોમાં વધારો રહ્યો. ડાઓ જોન્સ 0.62 ટકાના વધારા સાથે 164.07 અંક ઉપર 26,828.50 પર બંધ થયું હતું. ત્યારે 0.35 ટકાના વધારા સાથે 38.37 અંક ઉપર 10,941.20 પર બંધ થયું હતું. બીજી તરફ એસએન્ડપી 0.36 ટકાના વધારા સાથે 11.90 અંક ઉપર 3306.51 પર બંધ થયું હતું.

business news sensex nifty bombay stock exchange national stock exchange