વધારા સાથે બંધ થયું શૅર માર્કેટ, સેન્સેક્સમાં 18 અંકની મજબૂતી

15 July, 2020 03:48 PM IST  |  Dalal Street Mumbai | Gujarati Mid-day Online Correspondent

વધારા સાથે બંધ થયું શૅર માર્કેટ, સેન્સેક્સમાં 18 અંકની મજબૂતી

બીએસઈ

આજના કારોબારી દિવસે ભારતીય બજાર વધારા સાથે બંધ થયું છે. આજે નિફ્ટી 10600ની ઉપર બંધ થયા જ્યારે સેન્સેક્સે 36000ની પાર બંધ થયું છે. આજના કારોબારમાં નિફ્ટીએ 10,827.45 સુધી પહોંચ્યું, તો સેન્સેક્સ 36,810.25 સુધી પહોંચ્યું.

સ્મૉલકેપ અને મિડકેપ શેરોમાં ખરીદારીનું વલણ દેખાઈ રહ્યું છે. બીએસઈના મિડકેપ ઈન્ડેક્સ 0.11%વધીને 13,497.97 ના સ્તર પર બંધ થયા છે. જ્યારે બીએસઈના સ્મૉલકેપ ઈન્ડેક્સ 0.61%ની મજબૂતીની સાથે 12,862.61 પર બંધ થયા છે.

અંતમાં બીએસઈના 30 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ 18.75 અંક એટલે કે 0.05%ની મજબૂતીની સાથે 36051.81 ના સ્તર પર બંધ થયા છે. તો એનએસઈના 50 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ નિફ્ટી 10.80 અંક એટલે કે 0.10%ની વધારાની સાથે 10618.20 ના સ્તર પર બંધ થયા છે.

આજે મેટલ, ફાર્મા, આઈટી, એફએમસીજી અને ઑટો શેરોમાં સારી ખરીદારી જોવા મળી છે. બેન્ક નિફ્ટી 0.24%ના ઘટાડાની સાથે 21,340.75 ના સ્તર પર બંધ થયા છે. જ્યારે પીએસયુ બેન્ક, રિયલ્ટી અને ફાઈનાન્સ સર્વિસ શેરોમાં દબાણ જોવા મળ્યુ છે.

આજના કારોબારના આ સમય દરમ્યાન દિગ્ગજ શેરોમાં વિપ્રો, ઈન્ફોસિસ, એચસીએલ ટેક, ટેક મહિન્દ્રા, ટીસીએસ અને એક્સિસ બેન્ક 2.71-16.89% સુધી વધીને બંધ થયો છે. જો કે દિગ્ગજ શેરોમાં રિલાયન્સ, ભારતી એરટેલ, ઝિ એન્ટરટેનમેન્ટ, ગેલ, ભારતી ઈન્ફ્રાટેલ, અદાણી પોર્ટ્સ અને ટાટા મોટર્સ 1.62-3.89% સુધી ઘટીને બંધ થયા છે.

business news sensex nifty bombay stock exchange national stock exchange