શૅર બજારમાં ઘટાડો યથાવત, ઈન્ડસઈન્ડ બેન્ક અને એક્સિસ બેન્કમાં મંદી

25 June, 2020 09:40 AM IST  |  Dalal Street Mumbai | Gujarati Mid-day Online Correspondent

શૅર બજારમાં ઘટાડો યથાવત, ઈન્ડસઈન્ડ બેન્ક અને એક્સિસ બેન્કમાં મંદી

બીએસઈ

ભારતીય શૅર બજાર ગુરૂવારે ઘટાડા સાથે ખુલ્યું છે અને શરૂઆતના કારોબારમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે. બૉમ્બે સ્ટૉક એક્સચેન્જના સેન્સેક્સ ઈન્ડેક્સ ગુરૂવારે 343.59 અંકના ઘટાડા સાથે 34,525.39 પર ખુલ્યું છે. સેન્સેક્સ ગુરૂવારે 9 વાગીને 22 મિનિટે 0.97 ટકા અથવા 339.45 અંકના ઘટાડા સાથે 34,529.53 પર ટ્રેન્ડ કરી રહ્યા હતા. શરૂઆતના કારોબારમાં સેન્સેક્સના 30 શૅરોમાંથી 11 શૅર લીલા નિશાન પર અને 19 શૅર લાલ નિશાન પર ટ્રેન્ડ કરતા દેખાયા.

ત્યાં નેશનલ સ્ટૉક એક્સચેન્જના નિફ્ટી ઈન્ડેક્સ પણ શરૂઆતના કારોબારમાં ઘટાડા સાથે ટ્રેન્ડ કરતા દેખાયા. નિફ્ટી ગુરૂવારે સવારે સાડા નવ વાગ્યે 0.59 ટકા એટલે 60.50 અંકના ઘટાડા સાથે 10,244.80 પર ટ્રેન્ડ કરી રહ્યા હતા. હાલ 50 શૅરોવાળા નિફ્ટીના 20 શૅર લીલા નિશાન પર અને 30 શૅર લાલ નિશાનમાં ટ્રેન્ડ કરતા દેખાયા.

સેક્ટોરિયલ ઈન્ડેક્સનો આવો હાલ

શરૂઆતના કારોબારમાં ગુરૂવારે 11 સેક્ટોરિયલ ઈન્ડેક્સમાંથી 4 લીલા નિશાન પર ટ્રેન્ડ કરતા દેખાયા અને 7 લાલ નિશાન પર ટ્રેન્ડ કરતા દેખાયા. સેક્ટોરિયલ ઈન્ડેક્સમાંથી સૌથી વધારે ઉછાળો નિફ્ટી એફએમસીજી 0.89%માં જોવા મળ્યો. જ્યાં ઘટાડો નિફ્ટી બેન્કમાં 1.26%, નિફ્ટી ફાઈનાન્સ સર્વિસમાં 1%, નિફ્ટી આઈટીમાં 1.02%, નિફ્ટી મીડિયામાં 0.69%, નિફ્ટી પીએસયુ બેન્કમાં 0.41% અને નિફ્ટી પ્રાઈવેટ બેન્કમાં 0.74% જોવા મળ્યો.

sensex nifty national stock exchange bombay stock exchange business news