શૅરબજારમાં તેજી સતત, સેન્સેક્સમાં 300 અંકોથી વધારેની તેજી

12 March, 2019 10:12 AM IST  | 

શૅરબજારમાં તેજી સતત, સેન્સેક્સમાં 300 અંકોથી વધારેની તેજી

શૅરબજારમાં તેજી સતત

મંગળવારના કારોબારમાં ભારતીય શૅર બજારમાં તેજી સતત છે. સવારે સેન્સેક્સ 325 અંકોની તેજી સાથે 37,379 પર અને નિફ્ટી 95 અંકોની તેજી સાથે 11,263 પર કારોબાર કરી રહ્યા છે. નિફ્ટી 50 શેર્સમાંથી 44 લીલા અને 6 લાલ નિશાનમાં કારોબાર કરી રહ્યા છે. જ્યા ઈન્ડેક્સની વાત કરીએ તો નિફ્ટીના મિડકેપ 0.95% અને સ્મૉલકેપ 1.19%ની તેજી સાથે કારોબાર કરી રહ્યા છે.

સવારે સવા નવ વાગ્યે સેન્સેક્સ 287 અંકોની તેજી સાથે 37,341 પર અને નિફ્ટી 71 અંકોની તેજી સાથે 11,239 પર કારોબાર કરી રહ્યા હતા. નિફ્ટી 50 શેર્સમાંથી 45 લીલા અને 5 લાલ નિશાનમાં કારોબાર કરી રહ્યા હતા. ઈન્ડેક્સની વાત કરીએ તો નિફ્ટીના મિડકેપ 0.79%ની તેજી અને સ્મૉલકેપ 0.94%ની તેજી સાથે કારોબાર કરી રહ્યા હતા. સોમવારે સેન્સેક્સ 382 અંકોની તેજી સાથે 37,054 પર અને નિફ્ટી 140 અંકોની તેજી સાથે 11,176 પર બંધ થયો હતો. 

સેક્ટોરિયલ ઈન્ડેક્સનો હાલ જોઈએ તો સવારે સાડા નવ વાગ્યે નિફ્ટી ઑટો 0.83%ની તેજી, નિફ્ટી ફાઈનાન્સ સર્વિસ 0.81%ની તેજી, નિફ્ટી એફએમસીજી 0.57%ની તેજી, નિફ્ટી આઈટી 0.28%ની તેજી, નિફ્ટી મેટલ 0.92%ની તેજી, નિફ્ટી ફાર્મા 0.87%ની તેજી અને નિફ્ટી રિયલ્ટી 0.86%ની તેજી સાથે કારોબાર કરી રહ્યા છે. 

sensex bombay stock exchange national stock exchange