Share Market: આજે વધારા સાથે ખુલ્યું શૅર બજાર, આ શૅર્સમાં દેખાઈ તેજી

05 October, 2020 09:38 AM IST  |  Dalal Street Mumbai | Gujarati Mid-day Online Correspondent

Share Market: આજે વધારા સાથે ખુલ્યું શૅર બજાર, આ શૅર્સમાં દેખાઈ તેજી

શૅર માર્કેટ

સપ્તાહના પહેલા કારોબારી દિવસે સોમવારે શૅર બજારમાં મજબૂતી સાથે કારોબાર થઈ રહ્યો છે. આજે બીએસઈના 30 શૅરોવાળા પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ 259.73 અંકની મજબૂતી સાથે 38,956.78ના સ્તર પર ખુલ્યું છે. તેમ જ એનએસઈના 50 શૅરોવાળા પ્રમુખ ઈન્ડેક્સ નિફ્ટી 70.85 અંકની મજબૂતી સાથે 11,487.80 સ્તર પર ખુલ્યું છે. બે ઑક્ટોબર એટલે શુક્રવારે ભારતીય શૅર બજાર ગાંધી જંયતિ નિમિત્તે બંધ હતું. છેલ્લા કારોબારના દિવસે ભારતીય શૅર બજાર વધારા સાથે બંધ થયું હતું. સેન્સેક્સ 1.65 ટકાના વધારા સાથે 629.12 અંક ઉપર 38697.05ના સ્તર પર બંધ થયું હતું. તેમ જ નિફ્ટી 1.51 ટકા 169.40 અંકના વધારા સાથે 11416.95ના સ્તર પર બંધ થયું હતું.

આજના પ્રમુખ શૅરોમાં ટીસીએસ, બજાજ ઑટો, એસચડીએફસી લાઈફ, યૂપીએલ અને સિપ્લાના શૅર લીલા નિશાન પર ખુલ્યા. તેમ જ ગ્રાસિમ, ભારતી એરટેલ, બીપીસીએલ, એક્સિસ બેન્ક અને ઓએનજીસીની શરૂઆત લાલ નિશાન પર થઈ હતી.

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમની પત્ની મેલાનિયા ટ્રમ્પ કોરોના વાયરસથી સંક્રમિત છે. રાષ્ટ્રપતિની ચૂંટણી પહેલા અમેરિકામાં આ ઘટનાક્રમથી ટ્રમ્પના ચૂંટણી પ્રચારને અસર થાય તેવી સંભાવના છે.

આ અઠવાડિયે, રોકાણકારોની નજર કોરોના વાયરસ સંક્રમણ આંકડાઓ તથા અમેરિકાના રાષ્ટ્રપતિની ચૂંટણીથી સંબંધિત ઘટનાઓના ડેટા પર રહેશે.

business news sensex nifty bombay stock exchange national stock exchange