Share Market: ઘટાડા સાથે શૅર માર્કેટની શરૂઆત, સેન્સેક્સ 62 અંક નીચે

14 October, 2020 09:35 AM IST  |  Dalal Street Mumbai | Gujarati Mid-day Online Correspondent

Share Market: ઘટાડા સાથે શૅર માર્કેટની શરૂઆત, સેન્સેક્સ 62 અંક નીચે

શૅર બજાર

આજના કારોબારી સત્રના દિવસે ભારતીય શૅર બજારમાં શરૂઆત ઘટાડાની સાથે થતી જોવા મળી રહી છે. શરૂઆતી કારોબારમાં સેન્સેક્સ 40600 ની નીચે જ્યારે નિફ્ટીએ 11,892.45 સુધી ગોથા લગાવ્યા. સેન્સેક્સ અને નિફ્ટીમાં 0.2 ટકાની નબળાઈ જોવા મળી રહી છે.

સ્મૉલકેપ અને મિડકેપ શેરોમાં ખરીદારીનું વલણ જોવામાં આવી રહ્યુ છે. બીએસઈના મિડકેપ ઈન્ડેક્સ 0.05 ટકાની મજબૂતી દેખાઈ રહી છે, જ્યારે નિફ્ટીના મિડકેપ 100 ઈન્ડેક્સમાં 0.01 ટકાનો ઘટાડો નોંધવામાં આવી રહ્યો છે. બીએસઈના સ્મૉલકેપ ઈન્ડેક્સ 0.04 ટકાના ઉછળીને કારોબાર થઈ રહ્યો છે.

હાલમાં બીએસઈના 30 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ 62.60 અંક એટલે કે 0.15 ટકાના ઘટાડાની સાથે 40562.91 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે. જ્યારે એનએસઈના 50 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ નિફ્ટી 25.60 અંક એટલે કે 0.21 ટકા ઘટીને 11908 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે.

બેન્કિંગ, ફાઈનાન્સ સર્વિસિઝ, એફએમસીજી, આઈટી અને પ્રાઈવેટ બેન્ક શેરોમાં 0.82-0.38 ટકા વેચવાલી જોવાને મળી રહી છે. બેન્ક નિફ્ટી 0.78 ટકા ઘટાડાની સાથે 23,309.30 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે. જ્યારે ઑટો, મેટલ, ફાર્મા અને પીએસયુ બેન્ક વધારો દર્જ કરવામાં આવ્યો છે.

દિગ્ગજ શેરોમાં વિપ્રો, કોલ ઈન્ડિયા, ઓએનજીસી, એનટીપીસી, યુપીએલ અને ગેલ 1.74-6.64 ટકા સુધી ઘટ્યા છે. જ્યારે દિગ્ગજ શેરોમાં ટાઈટન, ટાટા સ્ટીલ, રિલાયન્સ, ડિવિઝ લેબ, ડૉ.રેડ્ડીઝ અને બજાજ ફિનસર્વ 0.40-1.08 ટકા સુધી વધ્યો છે.

sensex nifty bombay stock exchange national stock exchange business news