વધારા સાથે ખુલ્યું શૅર બજાર, સેન્સેક્સ અને નિફ્ટી બન્નેમાં તેજી

04 August, 2020 09:43 AM IST  |  Dalal Street Mumbai | Gujarati Mid-day Online Correspondent

વધારા સાથે ખુલ્યું શૅર બજાર, સેન્સેક્સ અને નિફ્ટી બન્નેમાં તેજી

ભારતીય શૅર માર્કેટ

સપ્તાહના બીજા કારોબારી દિવસે શૅર બજાર વધારા સાથે ખુલ્યું છે. સવારે સવા નવ વાગ્યે બૉમ્બ સ્ટૉક એક્સચેન્જના સેન્સેક્સ ઈન્ડેક્સ 215.49 અંકોના ઉછાળા સાથે 37,155.09 અને નેશનલ સ્ટૉક એક્સચેન્જના નિફ્ટી 70.95 અંકોના વધારા સાથે 10,962.55 અંક પર ખુલ્યું. બીએસઈ સોમવારે 667 અંક એટલે 1.77 ટકા ઘટીને 36,940 અંક અને નેશનલ સ્ટૉક એક્સચેન્જના નિફ્ટી ઈન્ડેક્સ 182 અંક એટલે 1.64 ટકા ઘટીને 10,892 અંક પર બંધ થયું.

સ્મૉલકેપ શેરોમાં અને મિડકેપ શેરોમાં મજબૂતીનું વલણ દેખાઈ રહ્યુ છે. બીએસઈના મિડકેપ ઈન્ડેક્સ 0.70 ટકાની મજબૂતી દેખાઈ રહી છે, જ્યારે નિફ્ટીના મિડકેપ 100 ઈન્ડેક્સમાં 0.93 ટકાનો મામૂલી વધારો નોંધાયો છે. બીએસઈના સ્મૉલકેપ ઈન્ડેક્સ 0.91 ટકાના વધારાની સાથે કારોબાર થઈ રહ્યો છે.

હાલમાં બીએસઈના 30 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ 186.56 અંક એટલે કે 0.51%ના મામૂલી વધારાની સાથે 37126.16 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે. જ્યારે એનએસઈના 50 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ નિફ્ટી 56.20 અંક એટલે કે 0.52% ઘટીને 10947.80 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે.

બેન્કિંગ, પીએસયુ બેન્ક, ઑટો, રિયલ્ટી, ફાઈનાન્સ સર્વિસિઝ, એફએમસીજી, આઈટી અને ફાર્મા શેરોમાં 0.81-0.35% ખરીદારી જોવા મળી રહી છે. બેન્ક નિફ્ટી 0.70% ઘટાડાની સાથે 21219 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે.

દિગ્ગજ શેરોમાં ઝિ એન્ટરટેનમેન્ટ, હિરો મોટોકૉર્પ, અદાણી પોર્ટ્સ, કોલ ઈન્ડિયા, ભારતી ઈન્ફ્રાટેલ, યુપીએલ, મારૂતિ સુઝુકી અને ઓએનજીસી 1.19-3.11% સુધી વધ્યા છે. જો કે દિગ્ગજ શેરોમાં ઈન્ડુસઈન્ડ બેન્ક, ટેક મહિન્દ્રા, એચસીએલ ટેક, પાવર ગ્રિડ અને ટાટા મોટર્સ 0.88-1.78 ટકા સુધી વધ્યા છે.

મિડકેપ શેરોમાં એક્સાઈડ ઈન્ડસ્ટ્રીઝ, હિંદુસ્તાન એરોન, ક્રિસિલ, જેએસડબ્લ્યુ એનર્જી અને વોલ્ટાસ 4.76-2.80% સુધી વધ્યા છે. જો કે મિડકેપ શેરોમાં ફ્યુચર રિટેલ, કંસાઈ નેરોલેક, શ્રીરામ ટ્રાન્સફર, કેઆઈઓસીએલ અને નેટકો ફાર્મા 3.39-1.08% સુધી તૂટયા છે.

sensex nifty bombay stock exchange national stock exchange business news