Share Market : બજારની ઘટાડા સાથે શરૂઆત, સેન્સેક્સ 84 અંક નીચે

29 July, 2020 09:48 AM IST  |  Dalal Street Mumbai | Gujarati Mid-day Online Correspondent

Share Market : બજારની ઘટાડા સાથે શરૂઆત, સેન્સેક્સ 84 અંક નીચે

શૅર માર્કેટ

ભારતીય શૅર બજાર બુધવારે ઘટાડા સાથે ખુલ્યું છે અને શરૂઆતના કારોબારમાં ઘટાડો દેખાઈ રહ્યો છે. બૉમ્બે સ્ટૉક એક્સચેન્જના સેન્સેક્સ ઈન્ડેક્સ બુધવારે 65.80 અંકના ઘટાડા સાથે 38,427.15 પર ખુલ્યું છે. બુધવારે સવારે 9 વાગીને 43 મિનિટ પર 0.22% એટલે 84.50 અંકના ઘટાડા સાથે 38,408.45 પર ટ્રેન્ડ કરી રહ્યા હતા. બુધવારે શરૂઆતના કારોબારમાં બીએસઈના સેન્સેક્સ ઈન્ડેક્સના 30 શૅરોમાંથી 19 શૅર લીલા નિશાન પર અને 11 શૅર લાલ નિશાન પર ટ્રેન્ડ કરતા દેખાયા.

નેશનલ સ્ટૉક એક્સચેન્જના નિફ્ટી ઈન્ડેક્સ પણ બુધવારે સવારે ઘટાડા સાથે કારોબાર થતો જોવા મળ્યો હતો. શરૂાતના કારોબારમાં સવારે 9 વાગીને 54 મિનિટે નિફ્ટી 0.01% એટલે 1.45 અંકના મામૂલી ઘટાડા સાથે 11,299.15 પર ટ્રેન્ડ કરતા દેખાયા. શરૂઆતના કારોબારમાં નિફ્ટીના 50 શૅરોમાંથી 35 શૅર લીલા નિશાન પર અને 15 શૅર લાલ નિશાન પર ટ્રેન્ડ કરતા દેખાયા.

sensex nifty business news bombay stock exchange national stock exchange