સેન્સેક્સમાં 96 પોઈન્ટનો વધારો, નિફ્ટી 11550ની ઉપર

22 March, 2019 10:04 AM IST  | 

સેન્સેક્સમાં 96 પોઈન્ટનો વધારો, નિફ્ટી 11550ની ઉપર

શૅર બજારની સારૂ શરૂઆત

કારોબારના અંતિમ દિવસે શેર બજારે સારી શરૂઆત કરી છે. દિવસના શરૂઆતના કારોબારમાં ઘરેલૂ બજારોમાં વધારાની સાથે કારોબાર જોવા મળી રહ્યો છે. નિફ્ટી 11550ની ઉપર છે જ્યારે સેન્સેક્સમાં 96 અંકોનો વધારો દેખાયો છે. સેન્સેક્સ અને નિફ્ટી 0.3 ટકાની મજબૂતીની સાથે કારોબાર કરી રહ્યા છે.

મિડકેપ અને સ્મૉલકેપ શેરોમાં પણ મામૂલી ખરીદારી દેખાઈ રહી છે. બીએસઈના મિડકેપ ઈન્ડેક્સ 0.35 ટકાનો વધારો છે, જ્યારે બીએસઈના સ્મૉલકેપ ઈન્ડેક્સ 0.26 ટકાનો વધારો દેખાઈ રહ્યો છે.

ટેલિકૉમ, પાવર, યુટિલિટીઝ, કેપિટલ ગુડ્ઝ, બેન્કિંગ અને રિયલ્ટી શેરોમાં ખરીદારી જોવાને મળી રહી છે. બેન્ક નિફ્ટી 0.37 વધારાની સાથે 29941.70ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે. જ્યારે આઈટી, મેટલ અને ટેક શેરોમાં વેચવાલીનું દબાણ છે.

હાલમાં બીએસઈના 30 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ 95.57 અંક એટલે કે 0.25 ટકાના વધારાની સાથે 38482.32 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે. જ્યારે એનએસઈના 50 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ નિફ્ટી 30.70 અંક એટલે કે 0.27 ટકાની તેજીની સાથે 11551.70 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે.

sensex bombay stock exchange national stock exchange