શરૂઆતના કારોબારમાં દેખાયો વધારો, નિફ્ટી મેટલ, FMCGમાં સૌથી વધારે તેજી

26 May, 2020 09:48 AM IST  |  Dalal Street Mumbai | Gujarati Mid-day Online Correspondent

શરૂઆતના કારોબારમાં દેખાયો વધારો, નિફ્ટી મેટલ, FMCGમાં સૌથી વધારે તેજી

બીએસઈ

ભારતમાં શૅર બજાર મંગળારે વધારા સાથે ખુલ્યું છે અને શરૂઆતના કારોબારમાં પણ તેજી જોવા મળી રહી છે. બૉમ્બે સ્ટૉક એક્સચેન્જના સેન્સેક્સ ઈન્ડેક્સ મંગળવારે લગભગ 192 અંકની તેજી સાથે 30,864.27 પર ખુલ્યું છે. મંગળવારે સવારે 9 વાગીને 20 મિનિટ પર 1.24% એટલે 380.43 અંકના વધારા સાથે 31,053 પર ટ્રેન્ડ કરી રહ્યા હતા. મંગળવારે શરૂઆતના કારોબારમાં સેન્સેક્સના 30 શૅરોમાંથી 26 શૅર લીલા નિશાન પર અને 4 શૅર લાલ નિશાન પર કારોબાર કરતા દેખાયા છે.

શરૂઆતના કારોબારમાં સેન્સેક્સના શૅરોમાં સૌથી વધારે વધારો આઈટીસીમાં 3.92% જોવા મળી, અને બાદ 193.65 રૂપિયા પર ટ્રેન્ડ કરી રહ્યો હતો. એ સિવાય એચડીએફસી બેન્કના શૅરમાં 3.25%, ઈન્ડસઈન્ડ બેન્કમાં 2.74%, ટાટા સ્ટીલમાં 2.64%, અલ્ટ્રાટેક સિમેન્ટમાં 1.84% એલએન્ડટીમાં 1.66% અને એશિયન પેન્ટ્સમાં 1.55%ના વધારા સાથે કારોબાર થતા જોવા મળ્યો.

ત્યાં મંગળવારે શરૂઆતના કારોબારમાં સેન્સેક્સના શૅરોમાં સૌથી વધારે ઘટાડો ભારતી એરટેલના શૅરમાં 3.52%, ટીસીએસના શૅરમાં 1.27%, હીરો મોટોકૉર્પના શૅરોમાં 0.65% અને કોટક બેન્કના શૅરમાં 0.14% જોવા મળ્યો છે.

શરૂઆતના કારોબારમાં મંગળવારે નેશનલ સ્ટૉક એક્સચેન્જના નિફ્ટી પણ વધારા સાથે ટ્રેન્ડ કરતા દેખાયા. આ મંગળવારે 9 વાગીને 26 મિનિટ પર 0.87% અથવા 78.85 અંકના વધારા સાથે 9118.10 પર ટ્રેન્ડ કરતા દેખાયા. આ સમયે 50 શૅરવાળા નિફ્ટીના 41 શૅર લીલા નિશાન પર અને 9 શૅર લાલ નિશાન પર કારોબાર કરતા દેખાયા

business news sensex nifty bombay stock exchange national stock exchange