શરૂઆતના કારોબારમાં વધારો, ITC અને ટાટા સ્ટીલના શૅરોમાં સૌથી વધારે તેજી

20 May, 2020 09:50 AM IST  |  Dalal Street Mumbai | Gujarati Mid-day Online Correspondent

શરૂઆતના કારોબારમાં વધારો, ITC અને ટાટા સ્ટીલના શૅરોમાં સૌથી વધારે તેજી

બીએસઈ

શૅર બજારમાં બુધવારે શરૂઆતના કારોબારમાં વધારો જોવા મળી રહ્યો છે. જોકે, બૉમ્બે સ્ટૉક એક્સચેન્જના સેન્સેક્સ ઈન્ડેક્સ બુધવારે 36.58 અંકના ઘટાડા સાથે 30,159.59 પર ખુલ્યું છે. બાદ શરૂઆતના કારોબારમાં સેન્સેક્સમાં તેજી જોવા મળી. સવારે સાડા નવ વાગ્યે 0.61% એટલે 184.84 અંકના વધારા સાથે 30,381 પર ટ્રેન્ડ કરી રહ્યા હતા. શરૂઆતના કારોબારમાં સેન્સેક્સના 30 શૅરોમાંથી 21 શૅર લીલા નિશાન પર અને 9 શૅર લાલ નિશાન પર કારોબાર કરતા દેખાયા.

સેન્સેક્સના શૅરોમાંથી બુધવારે શરૂઆતના કારોબારમાં સૌથી વધારે તેજી આઈટીસીમાં 2.75%ની જોવા મળી.બાદ એલએન્ડટીના શૅરમાં 2.39% ટાટા સ્ટીલના શૅરમાં 2.11%, એનટીપીસીના શૅરમાં 1.76%, એચડીએફસી બેન્કના શૅરમાં 1.56%, નેસ્લે ઈન્ડિયાના શૅરમાં 1.51%, અલ્ટ્રા ટેક સિમેન્ટમાં 1.32%, સનફાર્મામાં 1.21% અને ટાઈટનમાં 1.17%ની તેજી જોવા મળી.

બુધવારે શરૂઆતના કારોબારમાં સેન્સેક્સના શૅરોમાંથી સૌથી વધારે ઘટાડો હીરો મોટોકૉર્પમાં 2.30%નો જોવા મળ્યો, હાલ 2020 રૂપિયા પર ટ્રેન્ડ કરી રહ્યો હતો. બાદ ઈન્ડસઈન્ડ બેન્કમાં 1,59%, સ્ટેટ બેન્ક ઑફ ઈન્ડિયાના શૅરમાં 0.82%, ટીસીએસમાં 0.69% અને એશિયન પેન્ટ્સના શૅરમાં 0.55%નો ઘટાડો જોવા મળ્યો.

નેશનલ સ્ટૉક એક્સચન્જના નિફ્ટીની વાત કરીએ તો, એમાં ફણ બુધવારે શરૂઆતના કારોબારમાં વધારો જોવા મળ્યો છે. બુધવારે સવારે પોણા દસ વાગ્યે 0.82% અથવા 73.05 અંકના વધારા સાથે 8952.15 પર ટ્રેન્ડ કરતા દેખાયા. હાલ આ સમયે નિફ્ટીના 50 શૅરોમાંથી 30 શૅર લીલા નિશાન પર અને 14 શૅર લાલ નિશાન પર કારોબાર કરતા દેખાયા.

sensex nifty bombay stock exchange national stock exchange business news