શૅર બજાર: બજારમાં દેખાયો વધારો, આ શૅર્સમાં સૌથી વધારે ઉછાળો

21 May, 2020 09:46 AM IST  |  Dalal Street Mumbai | Gujarati Mid-day Online Correspondent

શૅર બજાર: બજારમાં દેખાયો વધારો, આ શૅર્સમાં સૌથી વધારે ઉછાળો

ભારતીય શૅર બજાર

ભારતીય શૅર બજાર ગુરૂવારે વધારા સાથે ખુલ્યું છે અને શરૂઆતના કારોબારમાં વધારો જોવા મળી રહી છે. બૉમ્બે સ્ટૉક એક્સચેન્જના સેન્સેક્સ ઈન્ડેક્સે ગુરૂવારે 86 અંકના વધારા સાથે 30,904.29 પર ખુલ્યું છે. આ ગુરૂવારે સવારે 9 વાગીને 23 મિનિટ પર 0.35% એટલે 108.91 અંકના વધારા સાથે 30,927 પર ટ્રેન્ડ કરી રહ્યા હતા. ગુરૂવારે શરૂઆતના કારોબારમાં સેન્સેક્સના 30 શૅરોમાંથી 18 શૅર લીલા નિશાન પર અને 12 શૅર લાલ નિશાન પર ટ્રેન્ડ કરી રહ્યા હતા.

શરૂઆતના કારોબારમાં સેન્સેક્સના શૅરોમાં સૌથી વધારો બજાજ-ઑટોમાં 4.78% જોવા મળ્યો છે, હાલ આ 2680.45 રૂપિયા પર ટ્રેન્ડ કરી રહ્યા હતા. એ સિવાય હીરો મોટોકૉર્પ 1.61%, એશિયન પેન્ટ્સ 1.37%, કોટક બેન્ક 1.68%, એચડીએફસી 1.40%, નેસ્લે ઈન્ડિયા 0.92% અને સનફાર્મા 0.59%નો વધારો દેખાઈ રહ્યો છે.

ત્યારે ગુરૂવારના શરૂઆતના કારોબારમાં સેન્સેક્સના શૅરોમાં સૌથી વધારે ઘટાડો એનટીપીસી 1.40%, આઈટીસી 1.14%, ઓએનજીસી 1.09%, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા 1.12%, ટેક મહિન્દ્રા 0.65% અને હિન્દુસ્તાર યૂનિલીવર 0.44% જોવા મળ્યો છે.

શરૂઆતના કારોબારમાં નેશનલ સ્ટૉક એક્સચેન્જના નિફ્ટી ઈન્ડેક્સ વધારે સાથે ટ્રેન્ડ કરી રહ્યા હતા. તેમ જ ગુરૂવારે સવારે સાડા નવ વાગ્યે 0.42% એટલે 38.45 અંકના વધારા સાથે 9105 પર ટ્રેન્ડ કરતા દેખાયા. હાલ 50 શૅરોવાલા નિફ્ટીના 32 શૅર લીલા નિશાન પર અને 18 શૅર લાલ નિશાન પર ટ્રેન્ડ કરી રહ્યા હતા.

sensex nifty bombay stock exchange national stock exchange business news