સેન્સેક્સ તૂટ્યું, નિફ્ટીમાં ઘટાડો, બજાજ ઑટો 6 ટકા નીચે, આ છે કારણ

26 October, 2020 03:39 PM IST  |  Dalal Street Mumbai | Gujarati Mid-day Online Correspondent

સેન્સેક્સ તૂટ્યું, નિફ્ટીમાં ઘટાડો, બજાજ ઑટો 6 ટકા નીચે, આ છે કારણ

બીએસઈ

સપ્તાહના પહેલા કારોબારી દિવસે સોમવારે શૅર બજારમાં જબરદસ્ત ઘટાડો જોવા મળ્યો. જબરદસ્ત નફા બુકિંગના કારણે BSE Sensex 540 અંક એટલે 1.33 ટકા તૂટીને 40145.50 અંકના સ્તર પર આવી ગયું. તેમ જ Nifty 162.60 અંક એટલે 1.36 ટકા લપસીને 11,767.80 અંકના સ્તર પર આવી ગયું. બધા સેક્ટોરિયલ ઈન્ડેક્સ લાલ નિશાનમાં બધ થયું. નિફ્ટી ઑટો અને મેટલ ત્રણ-ત્રણ ટકાના ઘટાડા સાથે બંધ થયું.

સેન્સેક્સ પર બજાજ ઑટોના શૅરોમાં સૌથી વધારે 6.10 ટકાનો ઘટાડો જોવા મળ્યો. એ સિવાય મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાના શૅર 4.53 ટકા, રિલાયન્સના શૅર 3.97 ટકા અને ટાટા સ્ટીલના શૅર 3.60 સુધી તૂટી ગયા.

એ સિવાય ટેક મહિન્દ્રા, એસબીઆઈ, આઈસીઆઈસીઆઈ બેન્ક, એક્સિસ બેન્ક, બજાજ ફિનસર્વ, સન ફાર્મા, એચડીએફસી બેન્ક, એશિયન પેન્ટ્સ, ટાઈટન, આઈટીસી, ઓએનજીસી, ઈન્ફોસિસ, બજાજ ફાઈનાન્સ, મારૂતિ, અલ્ટ્રાટેક સિમેન્ટ, એચસીએલ ટેક, એનટીપીસી અને ભારતી એરટેલના શૅર લાલ નિશાનમાં બંધ થયા.

બીજી તરફ નેસ્લે ઇન્ડિયા, કોટક મહિન્દ્રા બેન્ક, ઈન્ડસઇન્ડ બેન્ક, પાવરગ્રિડ, હિન્દુસ્તાન યુનિલિવર લિમિટેડ, લાર્સન એન્ડ ટુબ્રો, એચડીએફસી અને ટીસીએસના શૅર લીલા નિશાન સાથે બંધ થયા છે.

sensex nifty bombay stock exchange national stock exchange business news