Closing Bell: શૅર બજાર વધારા સાથે બંધ, સેન્સેક્સ-નિફ્ટી બન્નેમાં ઉછાળો

07 July, 2020 03:43 PM IST  |  Dalal Street Mumbai | Gujarati Mid-day Online Correspondent

Closing Bell: શૅર બજાર વધારા સાથે બંધ, સેન્સેક્સ-નિફ્ટી બન્નેમાં ઉછાળો

બીએસઈ

મંગળવારે નાણાકીય અને આઇટી કંપનીઓના શેરમાં ઉછાળાને કારણે ભારતીય શેર બજારો મંગળવારે લીલા નિશાન સાથે બંધ રહ્યા હતા. આજના કારોબારી સત્રના દિવસે ભારતીય બજાર મજબૂતી સાથે બંધ થયું છે. આજે નિફ્ટી 10799 પર બંધ થયા જ્યારે સેન્સેક્સે 36670ની પાર બંધ થયું. આજના કારોબારમાં નિફ્ટીએ 10,813.80 સુધી પહોંચ્યો તો સેન્સેક્સ 36,723.27 સુધી પહોંચ્યો હતો.

સ્મૉલકેપ અને મિડકેપ શેરોમાં ખરીદારીનું વલણ જોવા મળ્યુ છે. બીએસઈના મિડકેપ ઈન્ડેક્સ 0.58% વધીને 13,535.97 ના સ્તર પર બંધ થયા છે. જ્યારે બીએસઈના સ્મૉલકેપ ઈન્ડેક્સ 0.57%ની મજબૂતીની સાથે 12,839.77 પર બંધ થયું છે.

અંતમાં બીએસઈના 30 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ 187.24 અંક એટલે કે 0.51%ની મજબૂતીની સાથે 36674.52 ના સ્તર પર બંધ થયા છે. તો એનએસઈના 50 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ નિફ્ટી 36.00 અંક એટલે કે 0.33%ની વધારાની સાથે 10799.70 ના સ્તર પર બંધ થયા છે.

આજે બેન્કિંગ, પ્રાઈવેટ બેન્ક, આઈટી ફાઈનાન્સ સર્વિસ અને ઑટો શેરોમાં સારી ખરીદારી જોવા મળી છે. બેન્ક નિફ્ટી 1.93%ના વધારાની સાથે 22,628 ના સ્તર પર બંધ થયા છે. જ્યારે એફએમસીજી, પીએસયુ બેન્ક, મેટલ, ફાર્મા અને રિયલ્ટી શેરોમાં દબાણ જોવા મળ્યુ છે.

આજના કારોબારના આ સમય દરમ્યાન દિગ્ગજ શેરોમાં બજાજ ફાઈનાન્સ, ઈન્ડસઈન્ડ બેન્ક, બજાજ ફિનસર્વ, આઈશર મોટર્સ અને આઈસીઆઈસીઆઈ બેન્ક 3.52-7.76% સુધી વધીને બંધ થયો છે. જો કે દિગ્ગજ શેરોમાં અદાણી પોર્ટ્સ, પાવર ગ્રિડ, ગ્રાસિમ, બીપીસીએલ, આઈટીસી અને એનટીપીસી 2.52-3.53 % સુધી ઘટીને બંધ થયા છે.

business news sensex nifty bombay stock exchange national stock exchange