સેન્સેક્સ 1921 અને નિફ્ટી 569 અંકોના વધારા સાથે થયું બંધ

20 September, 2019 04:16 PM IST  |  દલાલ સ્ટ્રીટ મુંબઈ

સેન્સેક્સ 1921 અને નિફ્ટી 569 અંકોના વધારા સાથે થયું બંધ

શૅર બજારમાં ભારે વધારો

જીએસટી કાઉન્સિલ મીટિંગ પહેલા નિર્મલા સીતારામણ દ્વારા કૉર્પોરેટ ટેક્સમાં કમી અને મેક ઈન્ડિયા કાર્યક્રમને બૂસ્ટ કરવાની ઘોષણાથી ભારતીય શૅર બજારમાં આજે જબરદસ્ત ઉછાળો જોવા મળ્યો છે. સવારના કારોબાર દરમિયાન સેન્સેક્સ 1950 અંકોના ઉછાળા સાથે 38,044.52 અંકો પર કારોબાર કરી રહ્યા હતા. શૅર બજારમાં આજે આવેલી તેજી આ દશકની સૌથી મોટી તેજી છે.

બૉમ્બે સ્ટૉક એક્સચેન્જના સેન્સેક્સ ઈન્ડેક્સ શુક્રવારે 1921.15 અંકોના ભારે વધારા સાથે 38,014.62 પર બંધ થયા છે. જ્યાં નિફ્ટી 569.40 અંકોના વધારા સાથે 11,274.20 પર બંધ થયા છે. માર્કેટ બંધ થતા સમયે નિફ્ટીની 50 કંપનીઓમાંથી 44 કંપનીઓના શૅર લીલા નિશાન પર અને 6 કંપનીઓના શૅર લાલ નિશાન પર હતા. શુક્રવારે નિફ્ટીમાં સામેલ 50 કંપનીઓમાંથી સૌથી વધારે તેજી આયશર મોટર્સ 13.38%, હીરો મોટોકૉર્પ 12.34%, ઈન્ડસઈન્ડ બન્ક 10.94%, બજાજ ફાઈનાન્સ 10.59% અને મારૂતિ સુઝુકી 10.54%માં જોવા મળી.

આ કંપનીઓના શૅરોમાં છે સૌથી વધારે તેજી

નેશનલ સ્ટૉક એકસચેન્જના નિફ્ટીની 50 કંપનીઓના શૅરોમાંથી સૌથી વધારે તેજી HERO MOTOCO, EICHER MOTORS LIMITED, MARUTI, TITAN, અને BHARAT PETROLEUM CORPORATION LIMITED કંપનીઓના શૅરોમાં દેખાઈ રહી છે.

આ કંપનીઓના શૅરોમાં છે ઘટાડો

નિફ્ટી 50માં સામેલ કંપનીઓમાંથી કુલ 6 કંપનીઓના શૅરોમાં ઘટાડો દેખાઈ રહ્યો છે. એમાં ZEE ENTERTAINMENT ENTERPRISES LIMITED, NTPC, TCS, TECH MAHINDRA LIMITED, INFOSYS LIMITED અને HCL TECHNOLOGIES LIMITED કંપનીઓના શૅર સામેલ છે.

sensex nifty bombay stock exchange national stock exchange business news