શૅર માર્કેટમાં શરૂઆતના કારોબારમાં દેખાયો ઘટાડો, સેન્સેક્સ 100 અંક નીચે

22 August, 2019 10:22 AM IST  |  દલાલ સ્ટ્રીટ મુંબઈ

શૅર માર્કેટમાં શરૂઆતના કારોબારમાં દેખાયો ઘટાડો, સેન્સેક્સ 100 અંક નીચે

શૅર માર્કેટમાં શરૂઆતના કારોબારમાં દેખાયો ઘટાડો

બૉમ્બે સ્ટૉક એક્સચેન્જના સેન્સેક્સ ઈન્ડેક્સ આજે 27.21 અંકોના વધારા સાથે 37,087.58 પર ખુલ્યું. બાદ સમાચાર લખતા સમયે 36,960.80 અંકો સુધી પહોંચ્યું. ત્યાં નેશનલ સ્ટૉક એક્સચેન્જના નિફ્ટી આજે લગભગ 13 અંકોના ઘટાડા સાથે 10,905.30 પર ખુલ્યું. સમાચાર લખે ત્યા સુધી 10,882.55 અંકો સુધી ગયા. એવી જ રીતે શરૂઆતના કારોબારમાં શૅર બજારમાં મામૂલી ઘટાડો જોવા મળ્યો.

આજે 9 વાગીને 21 મિનિટ પર બૉમ્બે સ્ટૉક એક્સચેન્જના સેન્સેક્સ ઈન્ડેક્સ 111.77 અંકોના ઘટાડા સાથે 36,948.60 પર કારોબાર કરી રહ્યા હતા. ત્યાં નેશનલ સ્ટૉક એક્સચેન્જના નિફ્ટી 9 વાગીને 22 મિનિટ પર 52.50 અંકોના ઘટાડા સાથે 10,866.20 પર કારોબાર કરી રહ્યા હતા. નિફ્ટીના 50 કંપનીઓમાંથી 6 કંપનીઓના શૅર લીલા નિશાનમાં અને 44 કંપનીઓના શૅર લાલ નિશાન પર કારોબાર કરતા દેખાયા.

આ કંપનીઓના શૅરોમાં દેખાઈ તેજી

નેશનલ સ્ટૉક એક્સચેન્જના નિફ્ટીના 50 કંપનીઓના શૅરોમાંથી સૌથી વધારે તેજી BRITANNIA, UPL LIMITED, YES BANK, ITC અને DR. REDDY'S LABORATORIES LIMITED કંપનીઓના શૅરોમાં દેખાઈ રહી છે.

આ કંપનીઓના શૅરોમાં દેખાયો ઘટાડો

નિફ્ટી 50માં સામેલ કંપનીઓમાંથી INDIABULLS HOUSING FINANCE LIMITED, VEDANTA LIMITED, BAJAJ FINSERV LIMITED, JSW STEEL LIMITED અને ADANI PORTS AND SPECIAL ECONOMIC ZONE LIMITED કંપનીઓના શૅરોમાં આજે સૌથી વધારે ઘટાડો જોવા મળ્યો.

sensex nifty bombay stock exchange national stock exchange business news