શેર બજારની સુસ્ત શરૂઆત, સેન્સેક્સમાં 60 અંકનો ઘટાડો

10 April, 2019 10:16 AM IST  | 

શેર બજારની સુસ્ત શરૂઆત, સેન્સેક્સમાં 60 અંકનો ઘટાડો

શેર બજારની સુસ્ત શરૂઆત

બુધવારના કારોબારી સત્રમાં ભારતીય શેર બજારે સુસ્ત શરૂઆત કરી છે. સવારે 9 વાગીને 17 મિનિટ પર સેન્સેક્સ 60 અંકોના ઘટાડા સાથે 38,878 પર અને નિફ્ટી 28 અંકોની કમજોરી સાથે 11,643 પર કારોબાર કરી રહ્યા છે. નિફ્ટી 50 શેર્સમાંથી 17 લીલા, 32 લાલ અમે એક પરિવર્તન વગર કારોબાર કરી રહ્યા છે. ઈન્ડેક્સની વાત કરીએ તો નિફ્ટીના મિડકેપ સપાટ અને સ્મૉલકેપ 0.07%ની તેજી સાથે કારોબાર કરી રહ્યા છે.

નોંધનીય છે કે મંગળવારે સેન્સેક્સ 238.69 અંકોના ઉછાળા સાથે 38,939.22 પર અને નિફ્ટી 67.45 અંકોના વધારા સાથે 11,671.95 પર બંધ થયું હતું.

સેક્ટોરિયલ ઈન્ડેક્સનો હાલ જોઈએ તો સવારે સાડા નવ વાગ્યે નિફ્ટી ઑટો 0.15%નો ઘટાડો, નિફ્ટી ફાઈનાન્સ સર્વિસ 0.26%નો ઘટાડો, નિફ્ટી એફએમસીજી 0.09%ની તેજી, નિફ્ટી આઈટી 0.19%ની તેજી, નિફ્ટી મેટલ 0.19%નો ઘટાડો, નિફ્ટી ફાર્મા 0.02%ની તેજી અને નિફ્ટી રિયલ્ટી 0.82%ની તેજી સાથે કારોબાર કરી રહ્યા છે.

વૈશ્વિક બજારનો હાલ જોઈએ તો બુધવારના કારોબારમાં બધા પ્રમુખ એશિયાઈ બજારોએ કમજોર શરૂઆત કરી છે. સવારે 9 વાગીને 10 મિનિટ પર જાપાનના નિક્કેઈ 0.66%ની ઘટાડા સાથે 21659 પર, ચીનના શાંઘાઈ 0.28%ના ઘટાડા સાથે 3230 પર, હેન્ગસેન્ગ 0.40%ના ઘટાડા સાથે 30035 પર અને તાઈવાનના કૉસ્પી 0.01%ના ઘટાડા સાથે 2213 પર કારોબાર કરી રહ્યા છે. જ્યાં અમેરિકા બજારની વાત કરી તો કાલે ડાઓ જોન્સ 0.72%ના ઘટાડા સાથે 26150 પર, સ્ટાન્ડર્ડ એન્ડ પુઅર્સ 0.61%ના ઘટાડા સાથે 2878 પર નાસ્ડેક 0.56%ના ઘટાડા સાથે 7909 પર કારોબાર બંધ થયું હતું. 

sensex bombay stock exchange national stock exchange