સેન્સેક્સ 222 અંક તૂટીને બંધ, નિફ્ટી 11.500ની નીચે

22 March, 2019 04:33 PM IST  | 

સેન્સેક્સ 222 અંક તૂટીને બંધ, નિફ્ટી 11.500ની નીચે

બજારે ગુમાવ્યો વધારો

સપ્તાહના છેલ્લા કારોબારી દિવસે નફાવસૂલીએ બજારમાં ચાલેલી પ્રી-ઈલેક્શન રેલી પર રોક લગાવી દીધી. શુક્રવારે ઑયલ એન્ડ ગેસ, એનર્જ, ઑટો અને બેકિંગ શૅરોમાં જબરદસ્ત વેચવાલી જોવા મળી, જેના લીધે બજારે પોતાનો વધારો ગુમાવ્યો.

સપ્તાહના છેલ્લા કારોબારી દિવસે બીએસઈના બેન્ચમાર્ક ઈન્ડેક્સ સેન્સેક્સ સવારે 65.72 અંકોની તેજી સાથે 38,452.47 પર જ્યારે એનએસઈના 50 શેરો પર આધારિત ઈન્ડેક્સ નિફ્ટી 28.15 અંકોના વધારે સાથે 11,549.20 પર ખુલ્યું.

બપોર બાદ વેચવાલીના કારણે બજારમાં દબાણ નજર આવ્યું અને સેન્સેક્સ લગભગ 300 પોઈન્ટ સુધી લપસી ગયું. શુક્રવારે સેન્સેક્સ 38,564.72ને હાઈ બનાવવામાં સફળ રહ્યું પરંતુ વેચવાલીના કારણથી 38,250.56ના નિચલા સ્તર સુધી પહોંચી ગયું.

સેન્સેક્સમાં છેલ્લે 222.14 અંકોના ઘટાડા સાથે 38,164.61 પર બંધ થયું, ત્યાં નિફ્ટી 64.15 અંકોના ઘટાડા સાથે 11,500ની નીચે 11,456.90 પર બંધ થયું.

sensex bombay stock exchange national stock exchange