શૅર બજારની ચાલ સુસ્ત, નિફ્ટી 11600ની નીચે

09 April, 2019 09:46 AM IST  | 

શૅર બજારની ચાલ સુસ્ત, નિફ્ટી 11600ની નીચે

બીએસઈ

આજના કારોબારી દિવસે ઘરેલૂ બજારમાં સુસ્તી જોવા મળી રહી છે. નિફ્ટી 11600ની નીચે છે જ્યારે સેન્સેક્સમાં 7.56 અંકોની નબળાઈ દેખાઈ રહી છે. સેન્સેક્સ 0.02 ટકા અને નિફ્ટી 0.09 ટકા સુધી ઘટીને કારોબાર કરી રહ્યા છે.

મિડકેપ અને સ્મૉલકેપ શેરોમાં વેચવાલી જોવાને મળી રહી છે. બીએસઈના મિડકેપ ઈન્ડેક્સ 0.15 ટકા ઘટ્યા છે, જ્યારે નિફ્ટીના મિડકેપ 100 ઈન્ડેક્સમાં 0.30 ટકાનો ઘટાડો દર્જ કરવામાં આવ્યો છે. બીએસઈના સ્મૉલકેપ ઈન્ડેક્સ 0.09 ટકા નબળા છે.

હાલમાં બીએસઈના 30 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ 7.56 અંક એટલે કે 0.02 ટકા ઘટીને 38692.97ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે. જ્યારે એનએસઈના 50 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ નિફ્ટી 10.70 અંક એટલે કે 0.09 ટકાના ઘટાડાની સાથે 11593.80ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે.

બેન્કિંગ, ઑયલ એન્ડ ગેસ, કંઝ્યુમર ડ્યુરેબલ્સ, ફાર્મા, ફાઈનાન્સ સર્વિસ અને ઑટો શેરોમાં વેચવાલીનું દબાણ દેખાય રહ્યું છે. બેન્ક નિફ્ટી 0.04 ટકા ઘટીને 29832.65 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે. જો કે રિયલ્ટી, એફએમસીજી, આઈટી અને મેટલ શેરોમાં ખરીદારી દેખાય રહી છે.

દિગ્ગજ શેરોમાં એશિયન પેંટ્સ, ઈન્ડિયાબુલ્સ હાઉસિંગ ફાઈનાન્સ, ગેલ, યુપીએલ, અદાણી પોર્ટ્સ, ગ્રાસિમ, કોટક મહિન્દ્રા બેન્ક અને ભારતી એરટેલ 0.77-2.16 ટકા સુધી ધટ્યા છે. જો કે દિગ્ગજ શેરોમાં વેદાંતા, વિપ્રો, એચસીએલ ટેક, ટાટા મોટર્સ, આઈસીઆઈસીઆઈ બેન્ક અને એચયુએલ 0.47-1.39 ટકા સુધી વધ્યા છે.

sensex bombay stock exchange national stock exchange