શૅર બજારની કમજોર શરૂઆત, સેન્સેક્સ 200 અંકથી વધારે તૂટ્યું

08 May, 2019 10:01 AM IST  |  દલાલ સ્ટ્રીટ મુંબઈ

શૅર બજારની કમજોર શરૂઆત, સેન્સેક્સ 200 અંકથી વધારે તૂટ્યું

શૅર બજારે કમજોર શરૂઆત કરી

બુધવારના કારોબારી સત્રમાં શૅર બજારે કમજોર શરૂઆત કરી છે. સવારના 9 વાગીને 18 મિનિટ પર સેન્સેક્સ 219 અંકોના ઘટાડા સાથે 38,057ના સ્તર પર અને નિફ્ટી 67 અંકોની કમજોરી સાથે 11430ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે. નિફ્ટી 50ની વાત કરીએ તો 8 શૅર લીલા નિશાન પર અને 42 લાલ નિશાન પર કારોબાર કરી રહ્યા છે. જ્યાં ઈન્ડેક્સની વાત કરીએ તો નિફ્ટીના મિડકેપ 0.22% અને સ્મૉલકેપ 0.37%ના ઘટાડા સાથે કારોબાર કરી રહ્યા છે. નોંધનીય છે કે મંગળવારના કારોબારી સત્રમાં સેન્સેક્સ 323.71 અંકોના ઘટાડા સાથે 38,276ના સ્તર પર અને નિફ્ટી 100 અંકોની કમજોરી સાથે 11,497ના સ્તર પર કારોબાર કરી બંધ થયા હતા.

સેક્ટોરિયલ ઈન્ડેક્સનો હાલ જોઈએ તો નિફ્ટી ઑટો 0.53%નો ઘટાડો, નિફ્ટી ફાઈનાન્સ સર્વિસ 0.62%નો ઘટાડો, નિફ્ટી એફએમસીજી 0.67%નો ઘટાડો, નિફ્ટી આઈટી 0.43%નો ઘટાડો, નિફ્ટી મેટલ 0.66%નો ઘટાડો, નિફ્ટી ફાર્મા 0.95%નો ઘટાડો અને નિફ્ટી રિયલ્ટી 0.98%ના ઘટાડો સાથે કારોબાર કરી રહ્યા છે.

વૈશ્વિક બજારનો હાલ જોઈએ તો આજના પ્રમુખ એશિયાઈ બજારોએ સુસ્ત શરૂઆત કરી છે. સવારે 9 વાગ્યે જાપાનના નિક્કેઈ 1.55%ના ઘટાડા સાથે 21584ના સ્તર પર, ચીનના હેન્ગસેન્ગ 0.76%ના ઘટાડા સાથે 29139 પર, શાંઘાઈ 0.47%ના ઘટાડા સાથે 2912ના સ્તર પર અને તાઈવાનના કૉસ્પી 0.18%ના ઘટાડા સાથે 2173ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે. જ્યાં અમેરિકા બજારનીવ વાત કરીએ તો વીતેલા દિવસે ડાઓ જોન્સ 1.79%ના ઘટાડા સાથે 25965ના સ્તર પર, સ્ટાન્ડર્ડ એન્ડ પુઅર્સ 1.65%ના ઘટાડા સાથે 2884ના સ્તર પર અને નાસ્ડેક 1.96%ના ઘટાડા સાથે 7963ના સ્તર પર કારોબાર કરી બંધ થયા હતા.

sensex bombay stock exchange national stock exchange