બજારમાં 5માં દિવસે તેજી યથાવત, સેન્સેક્સ 38000ની પાર થયું બંધ

15 March, 2019 04:18 PM IST  | 

બજારમાં 5માં દિવસે તેજી યથાવત, સેન્સેક્સ 38000ની પાર થયું બંધ

બજારમાં તેજી યથાવત

શુક્રવારના કારોબારી સત્રમાં સતત 5માં દિવસે શૅર બજાર તેજી સાથે બંધ થયું છે. દિવસનો કારોબાર પૂરો થતા સેન્સેક્સ 269 પોઈન્ટની તેજી સાથે 38,024 પર અને નિફ્ટી 38 પોઈન્ટની તેજી સાથે 11,426 પર કારોબાર કરી બંધ થયો છે. નિફ્ટી 50 શેર્સમાંથી 32 લીલા અને 18 લાલ નિશનમાં કારોબાર કરી બંધ થયાછે. ઈન્ડેક્સની વાત કરીએ તો નિફ્ટીના મિડકેપ 0.64%ની તેજી અને સ્મૉલકેપ 0.52%ના ઘટાડા સાથે કારોબાર કરી બંધ થયા છે. 

સેક્ટોરિયલ ઈન્ડેક્સનો હાલ જોઈએ તો આજના કારોબારમાં નિફ્ટી ઑટ 0.26%ની તેજી, નિફ્ટી ફાઈનાન્સ સર્વિસ 1.49%ની તેજી, નિફ્ટી એફએમસીજી 1.69%નો ઘટાડો, નિફ્ટી આઈટી 1.88%ની તેજી, નિફ્ટી મેટલ 0.21%ની તેજી, નિફ્ટી ફાર્મા 0.40%ની તેજી અને નિફ્ટી રિયલ્ટી 0.08%ના ઘટાડા સાથે કારોબાર બંધ થયો છે.

નિફ્ટી 50ની વાત કરીએ તો આજના કારોબારમાં કોટક મહિન્દ્રા બેન્ક 4.65%ની તેજી, આઈઓસી 3.21%ની તેજી, હિન્દ પેટ્રો 2.94%ની તેજી, પાવર ગ્રિડ 2.88%ની તેજી અને વિપ્રો 2.67%ની તેજી સાથે ટૉપ ગેનર રહ્યા છે. ત્યાં બીજી તરફ હિન્દુસ્તાન યૂનીલિવર 2.09%નો ઘટાડો, યસ બેન્ક 1.92%નો ઘટાડો, રિલાયન્સ 1.33%નો ઘટાડો, આઈટીસી 1.32%નો ઘટાડો અને ભારતી એરટેલ 1.30%ના ઘટાડા સાથે ટૉપ લૂઝર રહ્યા છે.

સેક્ટોરિયલ ઈન્ડેક્સનો હાલ જોઈએ તો સવારે પોણા નવ વાગ્યે નિફ્ટી ઑટો 0.72%ની તેજી, નિફ્ટી ફાઈનાન્સ સર્વિસ 1.05%ની તેજી, નિફ્ટી એફએમસીજી 0.51%નો ઘટાડો, નિફ્ટી આઈટી 0.91%ની તેજી, નિફ્ટી મેટલ 0.02%ની તેજી, નિફ્ટી ફાર્મા 0.56%ની તેજી, નિફ્ટી રિયલ્ટી 0.38%ની તેજી સાથે કારોબાર કરી રહ્યા છે.

વૈશ્વિક બજારનો હાલ જોઈએ તો શુક્રવારના કારોબારી સત્રમાં એશિયાઈ બજારોએ સારી શરૂઆત કરી છે. સવારે 9 વાગ્યે જાપાનના નિક્કેઈ 1.02%ની તેજી સાથે 21504 પર, ચીનના શાંઘાઈ 1.82%ની તેજી સાથે 3045 પર, હેન્ગસેન્ગ 1.05%ની તેજી સાથે 29155 પર અને તાઈવાનના કૉસ્પી 0.94%ની તેજીી સાથે 2175 પર કારોબાર કરી રહ્યા છે. જ્યાં અમેરિકા બજારની વાત કરીએ તો કાલે ડાઓ જોન્સ 0.03%ની તેજી સાથે 25709 પર, સ્ટાન્ડર્ડ એન્ડ પુઅર્સ 0.09%ના ઘટાડા સાથે 2808 પર અને નાસ્ડેક 0.16%ના ઘટાડા સાથે 7630 પર કારોબાર કરી બંધ થયું હતું.

sensex bombay stock exchange national stock exchange