બજાર લાલ નિશાનમાં, સેન્સેક્સ 45 અંક તૂટ્યો

05 February, 2019 10:07 AM IST  | 

બજાર લાલ નિશાનમાં, સેન્સેક્સ 45 અંક તૂટ્યો

શૅરબજારમાં ઘટાડો

મંગળવારના કારોબારી સત્રમાં સુસ્ત શરૂઆત કર્યા બાદ શૅરબજારમાં ઘટાડો દેખાઈ રહ્યો છે. સવારે સાડા નવ વાગ્યે સેન્સેક્સ 45 અંકોના ઘટાડા સાથે 36,536 પર અને નિફ્ટી 13 અંકોના ઘટાડા સાથે 10,898 પર કારોબાર કરી રહ્યા છે. જ્યાં નિફ્ટીમાં 50 શૅર્સમાંથી 29 લીલા અને 31 લાલ નિશાનમાં કારોબાર કરી રહ્યા છે. ઈન્ડેક્સની વાત કરીએ તો નિફ્ટીના મિડકેપ 0.02% અને સ્મોલકેપ 0.03%ના ઘટાડા સાથે કારોબાર કરી રહ્યા છે. 

સેક્ટોરિયલ ઈન્ડેક્સની વાત કરીએ તો સવારે 9:30 વાગ્યે નિફ્ટી ઑટો 0.79%ની તેજી, નિફ્ટી ફાઈનાન્સ સર્વિસ 0.05%ની તેજી, નિફ્ટી એફએમસીજી 0.08%નો ઘટાડો, નિફ્ટી આઈટી 0.17%નો ઘટાડો, નિફ્ટી મેટલ 0.03%ની તેજી, નિફ્ટી ફાર્મા 0.72%ની તેજી અને નિફ્ટી રિયલ્ટી 0.39%ની તેજી સાથે કારોબાર કરી રહ્યા છે. 

sensex bombay stock exchange national stock exchange