સેન્સેક્સમાં મામૂલી વધારો, નિફ્ટી 11300ની પાર બંધ

14 March, 2019 04:06 PM IST  | 

સેન્સેક્સમાં મામૂલી વધારો, નિફ્ટી 11300ની પાર બંધ

સેન્સેક્સમાં મામૂલી વધારો

ગુરૂવારના કારોબારી સત્રમાં ભારતીય શૅર બજાર મામૂલી વધારા સાથે બંધ થયું છે. કારોબાર પૂરો થતા સેન્સેક્સ 2.72 અંકોની તેજી સાથે 37,754 પર અને નિફ્ટી 1.55 અંકોની તેજી સાથે 11,343 પર કારોબાર બંધ થયો છે. નિફ્ટી 50 શેર્સમાંથી 27 લીલા, 21 લાલ અને 2 પરિવર્તન વગર કારોબાર કરી બંધ થયાછે. ઈન્ડેક્સની વાત કરીએ તો નિફ્ટીના મિડકેપ સપાટ અને સ્મૉલકેપ 0.05%ના ઘટાડા સાથે કારોબાર કરી બંધ થયા છે.

સેક્ટોરિયલ ઈન્ડેક્સનો હાલ જોઈએ તો દિવસનો કારોબાર પૂર થતા નિફ્ટા ઑટો 0.38%નો ઘટાડો, નિફ્ટી ફાઈનાન્સ સર્વિસ 0.06%નો ઘટાડો, નિફ્ટી એફએમસીજી 0.05%ની તેજી, નિફ્ટી આઈટી 0.54%નો ઘટાડો, નિફ્ટી મેટલ 0.55%ની તેજી, નિફ્ટી ફાર્મા 0.93%ની તેજી અને નિફ્ટી રિયલ્ટી 2.21%ની તેજી સાથે કારોબાર કરી બંધ થયા છે.

નિફ્ટી 50ની વાત કરીએ તો આજના કારોબારમાં એનટીપીસી 3.58%ની તેજી સાથે, ઈન્ડસઈન્ડ બેન્ક 2.78%ની તેજી સાથે, ભારતી એરટેલ 2.43%ની તેજી સાથે, યસ બેન્ક 2.39%ની તેજી સાથે અને સનફાર્મા 2.17%ની તેજી સાથે ટૉપ રહ્યા. ત્યાં બીજી તરફ એચસીએલ ટેક 2.17%નો ઘટાડો, હીરો મોટોકોર્પ 1.81%નો ઘટાડો, અલ્ટ્રસેમકો 1.61%નો ઘટાડો, ટાટા મોટર્સ 1.27%નો ઘટાડો અને આઈસીઆઈસીઆઈ બેન્ક 1%ના ઘટાડા સાથે ટૉપ લૂઝર રહ્યા છે.

વૈશ્વિક બજાર પર નજર કરીએ તો ગુરૂવારના કારોબારમાં પ્રમુખ એશિયાઈ બજારોએ સુસ્ત શરૂઆત કરી. સવારે નવ વાગ્યે જાપાનના નિક્કેઈ 0.66%ની તેજી સાથે 21431 પર, ચીનના શાંઘાઈ 0.65%ના ઘટાડા સાથે 3007, હેન્ગસેન્ગ 0.20%ની તેજી સાથે 28864 પર અને તાઈવાનના કૉસ્પી 0.04%ની તેજી સાથે 2149 પર કારોબાર કરી રહ્યા છે. અમેરિકા બજારની વાત કરીએ તો કાલે ડાઓ જોન્સ 0.58%ની તેજી સાથે 25702 પર, સ્ટાન્ડર્ડ એન્ડ પુઅર્સ 0.69%ની તેજી સાથે 2810 પર અને નાસ્ડેક 0.69%ની તેજી સાથે 7643 પર બંધ થયું હતું.

sensex bombay stock exchange national stock exchange