શૅરબજારની કમજોર શરૂઆત, સેન્સેક્સ 39000ની નીચે તૂટ્યું

22 April, 2019 10:10 AM IST  | 

શૅરબજારની કમજોર શરૂઆત, સેન્સેક્સ 39000ની નીચે તૂટ્યું

બીએસઈ

સોમવારના કારોબારી સત્રમાં ભારતીય શૅરબજારે કમજોર શરૂઆત કરી છે. સવારે સેન્સેક્સ 194 અંકોની કમજોરી સાથે 38,945 પર અને નિફ્ટી 70 અંક ચૂટીને 11,682ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે. નિફ્ટી 50 શેર્સમાંથી 13 લીલા અને 37 લાલ નિશાનમાં કારોબાર કરી રહ્યા છે. ઈન્ડેક્સની વાત કરીએ તો નિફ્ટીના મિડકેપ 0.83%ના ઘટાડા અને સ્મોલકેપ 0.69%ના ઘટાડા સાથે કારોબાર કરી રહ્યા છે.

નોંધનીય છે કે ગુરૂવારના કારોબારી સત્રમાં સેન્સેક્સ 135 અંકોના ઘટાડા સાથે 39,140 પર અને નિફ્ટી 34 અંકોના ઘટાડા સાથે 11,752 પર કારોબાર કરી બંધ થયા હતા. જ્યાં શુક્રવારે ગુડ ફ્રાઈડેના કારણે શૅર બજાર બંધ રહ્યું હતું.

સેક્ટોરિયલ ઈન્ડેક્સનો હાલ જોઈએ તો આજનો કારોબારમાં સવારે સાડા નવ વાગ્યે નિફ્ટી ઑટો 0.79%નો ઘટાડો, નિફ્ટી ફાઈનાન્સ સર્વિસ 0.63%નો ઘટાડો, નિફ્ટી એફએમસીજી 0.16%નો ઘટાડો, નિફ્ટી આઈટી 0.57%ની તેજી, નિફ્ટી મેટલ 0.53%નો ઘટાડો, નિફ્ટી ફાર્મા 0.23%નો ઘટાડો અને નિફ્ટી રિયલ્ટી 1.59%ના ઘટાડા સાથે કારોબાર કરી રહ્યા છે.

વૈશ્વિક બજારનો હાલ જોઈએ તો આજે બધા પ્રમુખ એશિયાઈ બજારોએ મિશ્ર શરૂઆત કરી છે. સવારે 9 વાગ્યે જાપાનના નિક્કેઈ 0.09%ની તેજી સાથે 22221 પર, ચીનના શાંઘાઈ 0.81%ના ઘટાડા સાથે 3244 પર અને હેન્ગસેન્ગ 0.54%ના ઘટાડા સાથે 29963 પર અને તાઈવાનના કૉસ્પી 0.03%ની તેજી સાથે 2216ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે. જ્યાં અમેરિકા બજારની વાત કરીએ તો કાલે ડાઓ જોન્સ 0.42%ની તેજી સાથે 26559 પર અને સ્ટાન્ડર્ડ એન્ડ પુઅર્સ 0.16%ની તેજી સાથે 2905 પર કારોબાર કરી બંધ થયું હતું.

sensex bombay stock exchange national stock exchange