સેન્સેક્સ-નિફ્ટી વધારા સાથે થયું બંધ, આ શૅરમાં આવ્યો ઉછાળો

02 June, 2020 03:45 PM IST  |  Dalal Street Mumbai | Gujarati Mid-day Online Correspondent

સેન્સેક્સ-નિફ્ટી વધારા સાથે થયું બંધ, આ શૅરમાં આવ્યો ઉછાળો

બીએસઈ

ભારતીય શૅર બજાર મંગળવારે ભારે વધારા સાથે બંધ થયું છે. આ રીતે સેન્સેક્સ અને નિફ્ટી સતત પાંચમાં સત્રમાં તેજી સાથે બંધ થયું છે. નિફ્ટી મંગળવારે 10,000 અંકની નજીક પહોંચીને બંધ થયું છે. સકારાત્મક સંકેતો અથવા મજબૂત ધારણાની વચ્ચે સેન્સેક્સ મંગળવારે 522.01 અંક એટલે 1.57%ની તેજી સાથે 33825.53 અંક પર બંધ થયું. જ્યાં નિફ્ટી 152.95 અંક એટલે 1.56%ના વધારા સાથે 9979.10 અંક પર બંધ થયું. સેક્ટોરિયલ ઈન્ડેક્સની વાત કરીએ તો એફએમસીજીને છોડીને બાકી બધા સેક્ટર્સ લીલા નિશાન પર બંધ થયું છે. સેન્સેક્સ પર મંગળવારે બેન્કિંગ શૅરોમાં સૌથી વધારે તેજી જોવા મળી.

સેન્સેક્સ પર લીલા નિશાનમાં રહ્યા આ શૅર

બજાજ ફાઈનાન્સના શૅરોમાં 8%થી સૌથી વધારે તેજી જોવા મળી. એ સિવાય કોટક બેન્ક, ઈન્ડસઈન્ડ બેન્ક, એચડીએફસી, પાવરગ્રિડ, એક્સિસ બેન્ક, આઈસીઆઈસીઆઈ બેન્કના શૅરોમાં બે ટકાથી વધારેની તેજી જોવા મળી.

આ સ્ટૉક ઘટાડા સાથે થયા બંધ

શૅર બજારમાં મારુતિ, આઈટીસી, એનટીપીસી, નેસ્લે ઈન્ડિયા, હીરો મોટોકોર્પ અને ભારતી એરટેલના શૅર લાલ નિશાન સાથે બંધ થયા છે.

business news sensex nifty national stock exchange bombay stock exchange