Sensex રેકૉર્ડ ઉચ્ચ સ્તર પર થયું બંધ, નિફ્ટીમાં પણ 159 અંકનો ઉછાળો

25 November, 2019 04:53 PM IST  |  Dalal Street Mumbai

Sensex રેકૉર્ડ ઉચ્ચ સ્તર પર થયું બંધ, નિફ્ટીમાં પણ 159 અંકનો ઉછાળો

Sensex રેકૉર્ડ ઉચ્ચ સ્તર પર થયું બંધ

સોમવારે શૅર બજારમાં સારી તેજી જોવા મળી. બૉમ્બે સ્ટૉક એક્સચેન્જના સેન્સેક્સ ઈન્ડેક્સ 529.82 અંકોના વધારા સાથે 40, 889.23ના સ્તર પર બંધ થયું. દિવસના કારોબાર દરમિયાન સેન્સેક્સ 40,931.71 પર પહોંચ્યું હતું. જ્યા નિફ્ટી પણ 159.35 અંકોના ઉછાળા સાથે 12,073.75 અંક પર બંધ થયું. નિફ્ટી 50માં સામેલ કંપનીઓમાં સૌથી વધારે તેજી ભારતી એરટેલમાં નજર આવી અને સાથે જ 8.13 ટકાના વધારા સાથે 454.85ના સ્તર પર બંધ થયું. 

નિફ્ટી 50માં સામેલ 44 કંપનીઓ વધારા સાથે બંધ થઈ છે. જ્યાં 6 કંપનીઓ લાલ નિશાનમાં બંધ થઈ છે. નિફ્ટી 50માં સામેલ જે કંપનીઓમાં સૌથી વધારે વધારો નોંધવામાં આવ્યો એમાં ભારતી એરટેલ સિવાય INFRATEL (7.73 ટકા), ટાટા સ્ટીલ (5.25 ટકા), હિન્ડાલ્કો (4.47 ટકા) અને ગ્રાસિમ (3.69 ટકા) છે.

નિફ્ટી 50માં સામેલ જે કંપનીઓમાં સૌથી વધારે ઘટાડો જોવા મળ્યો એમાં ZEEL (5.33 ટકા), ઓએનજીસી (2.28 ટકા), યસ બેન્ક (1.39 ટકા), બીપીસીએલ (0.42 ટકા) અને GAIL (0.29 ટકા) સામેલ છે.

સેક્ટોરિયલ ઈન્ડેક્સની વાત કરીએ તો નિફઅટી મીડિયાનો છોડીને બાકી બધા સેક્ટોરિયલ ઈન્ડેક્સ લીલા નિશાનમાં બંધ થયા. સૌથી વધારે તેજી નિફ્ટી મેટલમાં જોવા મળી અને 3.09 ટકા વધારાની સાથે બંધ થયા. નિફ્ટી ઑટો અને નિફ્ટી ફાર્મામાં પણ સારી તેજી રહી.

સેન્સેક્સમાં સામેલ 630 કંપનીઓમાંથી 28 કંપનીઓ લીલા નિશાનમાં બધ થયા. ફક્ત યસ બેન્ક અને ઓએનજીસી ઘટાડા સાથે બંધ થયા.

sensex nifty bombay stock exchange business news national stock exchange