બજારમાં ભારે ઘટાડો, સેન્સેક્સ 470 અંક તૂટ્યું, નિફ્ટી 10,700 પર બંધ

19 September, 2019 03:59 PM IST  |  દલાલ સ્ટ્રીટ મુંબઈ

બજારમાં ભારે ઘટાડો, સેન્સેક્સ 470 અંક તૂટ્યું, નિફ્ટી 10,700 પર બંધ

બજારમાં ભારે ઘટાડો

સપ્તાહના ચોથા કારોબારી દિવસે શૅર બજાર ભારે ઘટાડા સાથે બંધ થયું. બૉમ્બે સ્ટૉક એક્સચેન્જના સેન્સેકસ ઈન્ડેક્સ 470.41 ઘટીને 36,093.47 પર અને નેશનલ સ્ટૉક એક્સચેન્જના નિફ્ટી 135.85 અંક ઘટીને 10,704.80 પર બંધ થયું. નિફ્ટીના 50 શૅરોમાંથી 7 લીલા નિશાન પર અને 43 લાલ નિશાન પર બંધ થયા. આજે સવારે સેન્સેક્સ 50.05 અંકોના વધારા સાથે 36,613.93 પર ખુલ્યું. ત્યાં નેશનલ સ્ટૉક એક્સચેન્જના નિફ્ટી આજે લગભગ 5 અંકોના મામૂલી વધારા સાથે 10,845.20 પર ખુલ્યું.

BSEના જે શૅરોમાં વધારો રહ્યો એમાં ટાટા મોટર્સ, એચડીએફસી, ભારતી એરટેલ અને એશિયન પેન્ટ્સના શૅર રહ્યા, જ્યારે યસ બેન્ક, ટાટા સ્ટીલ, ઈન્ડસઈન્ડ બેન્ક, આઈસીઆઈસીઆઈ બેન્કના શૅરમા ઘટાડો રહ્યો.

NSEના ટાટા મોટર્સ, કૉલ ઈન્ડિયા, એચડીએફસી બેન્ક અને યૂપીએલના શૅરોમાં વધારો રહ્યો, જ્યારે યસ બેન્ક, ઝીલ, ઈન્ડિયાબુલ્સ, ઈન્ડસઈન્ડ બેન્ક અને ટાટા સ્ટીલના શૅરમાં ઘટાડો જોવા મળ્યો.

sensex nifty bombay stock exchange national stock exchange business news