શૅર બજારની મજબૂત શરૂઆત, સેન્સેક્સ 281 અંકના વધારા સાથે ખુલ્યું

15 July, 2020 09:46 AM IST  |  Dalal Street Mumbai | Gujarati Mid-day Online Correspondent

શૅર બજારની મજબૂત શરૂઆત, સેન્સેક્સ 281 અંકના વધારા સાથે ખુલ્યું

બીએસઈ

સપ્તાહના ત્રીજા કારોબારી દિવસે શૅર બજારની શરૂઆત મજબૂતી સાથે થઈ છે. બૉમ્બે સ્ટૉક એક્સચેન્જના 30 શૅરોવાળા સેન્સેક્સ ઈન્ડેક્સ આજે 281.7 અંકોની તેજી સાથે 36,314.76ના સ્તર પર ખુલ્યું છે. ત્યારે નેશનલ સ્ટૉક એક્સચેન્જના નિફ્ટી 93.65 અંકના વધારા સાથે ખુલ્યું છે. સવારે સાડા નવ વાગ્યે સેન્સેક્સ 363 અંક વધીને 36,396.31 અને નિફ્ટી 94.80 અંકના વધારા સાથે 10,702.15 પર કારોબાર કરી રહ્યા હતા. નિફ્ટીના 50 શૅરોમાંથી 42 શૅર લીલા નિશાન પર અને 8 શૅર લાલ નિશાનમાં કારોબાર કરી રહ્યા હતા. મંગળવારે બીએસઈ 660.63 અંક નીચે 36,033.06 પર અને નિફ્ટી 196.35 અંક નીચે 10,607.35 પર બંધ થયું હતું.

મંગળવારે અમેરિકા બજાર વધારા સાથે બંધ થયા. ડાઉ જોન્સ 2.13 ટકાના વધારા સાથે 556.79 અંક ઉપર જઈને બંધ થયું હતું. ત્યાં નાસ્ડેક 0.94 ટકાના વધારા સાથે 97.73 અંક ઉપર 10,488 પર બંધ થયું હતું. એસએન્ડપીમાં 1.34 ટકાનો વધારો જોવા મળ્યો અને તે 42.30 અંક ઉપર જઈને બંધ થયું હતું.

sensex nifty bombay stock exchange national stock exchange business news