સેન્સેક્સ 234 અને નિફ્ટી 73 અંકોની તેજી સાથે થયું બંધ

16 July, 2019 04:12 PM IST  |  દલાલ સ્ટ્રીટ મુંબઈ

સેન્સેક્સ 234 અને નિફ્ટી 73 અંકોની તેજી સાથે થયું બંધ

શૅર બજાર તેજી સાથે બંધ

શરૂઆતથી જ આજે ભારતીય શૅર બજારમાં તેજી દેખાઈ રહી હતી. બીએસઈના સેન્સેક્સ મંગળવારે 234.33 અંકોની તેજી સાથે 39,131.047ના સ્તર પર બંધ થયું. જ્યા નિફ્ટી પણ 72.70 અંકોની તેજી સાથે 11,661.05 પર બંધ થયું. સેક્ટોરિયલ ઈન્ડેક્સની વાત કરીએ તો ITને છોડીને બધા સેક્ટર ગ્રીન નિશાનમાં બંધ થયા છે. BSE પર 1,149 શૅર વધારા સાથે બંધ થયા જ્યા 1,285 શૅર ઘટાડા સાથે બંધ થયા. નિફ્ટી મિડ-કેપ ઈન્ડેક્સ 0.7%ની તેજી સાથે બંધ થયું જ્યા નિફ્ટી સ્મૉલકેપ સપાટ સ્તર પર બંધ થયું.

NSE પર આજે જે શૅર સૌથી વધારે તેજી સાથે બંધ થયા એમાં યસ બેન્ક 14%, ટાટા મોટર્સ 5.84%. અદાણી પોર્ટ્સ 2.84%, સન ફાર્મા 2.62% અને બજાજ ફિનસર્વ 2.39% સામેલ છે. જે શૅરોમાં સૌથી વધારે ઘટાડો નોંધવામાં આવ્યો એમાં ટીસીએસ 1.67%, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા 1.32%, એચસીએલ ટેક 0.38%, કોટક મહિન્દ્રા બેન્ક 0.74% અને યૂપીએલ 0.68% સામેલ છે.

સેક્ટોરિયલ ઈન્ડેક્સના હાલ પર નજર કરીએ તો મંગળવારે સૌથી વધારે તેજી નિફ્ટી રિયલ્ટીમાં દેખાઈ જે 1.93%ના ઉછાળા સાથે બંધ થયું. નિફ્ટી ફાર્મા અને નિફ્ટી પીએસયૂ બેન્ક પણ 1.48% અને 1.37%ની તેજી સાથે બંધ થયું. જ્યાં નિફ્ટી આઈટી અને નિફ્ટી મીડિયામાં 0.59% અને 0.31%નો ઘટાડો નોંધવામાં આવ્યો છે.

sensex nifty bombay stock exchange national stock exchange business news