Closing Bell: સેન્સેક્સે ગુમાવ્યો વધારો, 63 અંકના ઘટાડા સાથે બંધ

26 May, 2020 03:50 PM IST  |  Dalal Street Mumbai | Gujarati Mid-day Online Correspondent

Closing Bell: સેન્સેક્સે ગુમાવ્યો વધારો, 63 અંકના ઘટાડા સાથે બંધ

બીએસઈ

BSEના 30 શૅરો પર આધારિત સેન્સેક્સ શરૂઆતના વધારાને ગુમાવીને મંગળવારે 63 અંકના ઘટાડા સાથે બંધ થયું છે. દેશમાં કોવિડ-19ના વધતા કેસ અને લૉકડાઉનથી જોડાયેલા ઉપાયોના કારણથી પેદા થયેલી અનિશ્ચિતતાના કારણે થોડા સમય બાદ સેન્સેક્સમાં ઘટાડો જોવા મળ્યો અને તે 63.29 અંક એટલે 0.21%ના ઘટાડા સાથે 30,609.30 અંક પર બંધ થયું. દિવસના કારોબાર દરમિયાન સેન્સેક્સમાં એક સમયમાં 414.11 અંકનો વધારો જોવા મળ્યો હતો. આ રીતે NSE Nifty પણ 10.20 અંક એટલે 0.11 અંકના ઘટાડા સાથે 90.29.05 અંક પર બંધ થયું.

સેન્સેક્સ પર Bharti Airtelના શૅરોમાં સૌથી વધારે 6 ટકાનો ઘટાડો નોંધવામાં આવ્યો છે. બાદ TCS, Bajaj Finance, Sun Pharma, Tech Mhindra, Infosys અને Hero MotoCorpનું સ્થાન આવે છે.

બીજી તરફ Titan, Ultratech Cement, IndusInd Bank, Nestle India અને ITCના શૅરોમાં સૌથી વધારે જોવા મળ્યો છે.

business news sensex nifty bombay stock exchange national stock exchange