શરૂઆતના કારોબારમાં શૅર બજારમાં ઘટાડો, સેન્સેક્સ 150 અંક નીચે

19 July, 2019 10:22 AM IST  |  દલાલ સ્ટ્રીટ મુંબઈ

શરૂઆતના કારોબારમાં શૅર બજારમાં ઘટાડો, સેન્સેક્સ 150 અંક નીચે

શરૂઆતના કારોબારમાં શૅર બજારમાં ઘટાડો

આજે શુક્રવારે શૅર બજારના શરૂઆતના કારોબારમાં ઘટાડો જોવા મળ્યો. જોકે આજે બૉમ્બે સ્ટૉક એક્સચેન્જના સેન્સેક્સ ઈન્ડેક્સ લગભગ 161 અંકોની તેજી સાથે 39,058.73 પર ખુલ્યુ, બાદ એમાં 100થી વધારે અંકોનો ઘટાડો જોવા મળ્યો. ત્યાં નેશનલ સ્ટૉક એક્સચેન્જના નિફ્ટી ઈન્ડેક્સ આજે લગભગ 31 અંકોની તેજી સાથે 11,627.95 પર ખુલ્યું.

સવારે 9 વાગીને 39 મિનિટ પર બૉમ્બે સ્ટૉક એક્સચેન્જના સેન્સેક્સ ઈન્ડેક્સ 108.16 અંકોના ઘટાડા સેથે 39,107.48 પર કારોબાર કરી રહ્યા હતા. ત્યાં નેશનલ સ્ટૉક એક્સચેન્જના નિફ્ટી ઈન્ડેક્સ 9 વાગીને 50 મિનિટ પર 40.55 અંકોના ઘટાડા સાથે 11,556.35 અંકો પર કારોબાર કરી રહ્યા હતા. નિફ્ટીની 50 કંપનીઓમાંથી 16 કંપનીઓના શૅર લીલા નિશાન પર અને 34 કંપનીઓના શૅર લાલ નિશાન પર કારોબાર કરતા દેખાયા.

આ કંપનીઓના શૅરોમાં દેખાઈ તેજી

નેશનલ સ્ટૉક એક્સચેન્જના નિફ્ટીના 50 કંપનીઓમાંથી સૌથી વધારે તેજી UltraTech Cement Limited, TATA STEEL, Vedanta Limited, TITAN અને UPL Limitedના શૅરોમાં દેખાઈ રહી છે.

આ કંપનીઓના શૅરોમાં દેખાયો ઘટાડો

જ્યાં નિફ્ટી 50માં સામેલ કંપનીઓમાંથી YES BANK, Mahindra & Mahindra Limited, Bajaj Finance Limited, GAIL અને BAJAJ-AUTO કંપનીઓના શૅરોમાં આજે સૌથી વધારે ઘટાડો દેખાઈ રહ્યો છે.

sensex nifty bombay stock exchange national stock exchange business news