Opening Bell: ઘટાડા સાથે ખુલ્યું શૅર માર્કેટ, સેન્સેક્સ 181 અંક તૂટ્યું

22 October, 2020 09:42 AM IST  |  Dalal Street Mumbai | Gujarati Mid-day Online Correspondent

Opening Bell: ઘટાડા સાથે ખુલ્યું શૅર માર્કેટ, સેન્સેક્સ 181 અંક તૂટ્યું

બીએસઈ

આજે સપ્તાહના ચોથા કારોબારી દિવસે એટલે ગુરૂવારે શૅર બજાર ઘટાડા સાથે ખુલ્યું છે. બૉમ્બે સ્ટૉક એક્સચેન્જના પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ 181.73 અંક નીચે 40525.58 સ્તર પર ખુલ્યું છે. તેમ જ નિફ્ટીની શરૂઆત 50.10 અંક ઘટીને 11,887.55 પર થઈ છે. છેલ્લા કારોબારી દિવસે શૅર બજાર દિવસભરના ઉતાર-ચઢાવ બાદ લીલા નિશાન પર બંધ થયું હતું. સેન્સેક્સ 162.94 અંક ઉપર 40707.31 સ્તર પર બંધ થયું હતું અને નિફ્ટી 40.85 અંકના વધારા સાથે 11937.65ના સ્તર પર બંધ થયું હતું.

આજના પ્રમુખ શૅરોમાં શ્રી સિમેન્ટ, અલ્ટ્રાટેક સિમેન્ટ, બ્રિટાનિયા, રિલાયન્સ અને ભારતી એરટેલના શૅરની શરૂઆત લીલા નિશાન પર થઈ છે. તેમ જ બજાજ ફાઈનાન્સ, એચસીએલ ટેક, આઈસીઆઈસીઆઈ બેન્ક, એસબીઆઈ અને અદાણી પોર્ટ્સની શરૂઆત ઘટાડા સાથે થઈ છે. સેક્ટોરિયલ ઈન્ડેક્સની વાત કરીએ તો આજે બધા સેક્ટર્સ ઘટાડા સાથે ખુલ્યા છે. એમાં ફાર્મા, આઈટી, મીડિયા, એફએમસીજી, પીએસયૂ બેન્ક, રિયાલ્ટી, ફાઈનાન્સ સર્વિસિઝ, મેટલ, ઑટો, બેન્ક અને પ્રાઈવેટ બેન્ક સામેલ છે.

business news sensex nifty bombay stock exchange national stock exchange