Closing Bell: સેન્સેક્સ 284 અંકના વધારા સાથે બંધ, નિફ્ટી 10,000 અંક પર

03 June, 2020 03:45 PM IST  |  Dalal Street Mumbai | Gujarati Mid-day Online Correspondent

Closing Bell: સેન્સેક્સ 284 અંકના વધારા સાથે બંધ, નિફ્ટી 10,000 અંક પર

શૅર માર્કેટ

વૈશ્વિક બજારોથી સકારાત્મક સંકેત વચ્ચે HDFC, HDFC Bank, ICICI Bank અને Kotak Mahindra Bank સહિત વિભિન્ન કંપનીઓના શૅરોમાં તેજીને ચાલતા ચોથા કારોબારી દિવસે સેન્સેક્સ વધારા સાથે બંધ થયું. BSEના 30 શૅરો પર આધારિત સેન્સેક્સ ઈન્ડેક્સ 284.01 અંક એટલે 0.84%ના વધારા સાથે 34,109.54 અંક પર બંધ થયું. દિવસના કારોબાર દરમિયાન એક સમયે સેન્સેક્સ 34,488.69 અંકના સ્તર પર પહોંચી ગયું હતું. આ રીતે NSE Nifty 82.45 અંક એટલે 0.83%ની તેજી સાથે 10,061.55 અંક પર બંધ થયું.

સેન્સેક્સ પર M&Mના શૅરોમાં સૌથી અધિક 4.82%ની તેજી જોવા મળી. એના બાદ Kotak Bank, Bajaj Finance, Nestle India, SBI, ICICI Bank, HDFC Bank અને ONGCના શૅરોમાં સારો વધારો જોવા મળ્યો.

જોકે NTPC, IndusInd Bank, Bharti Airtel અને Marutiના શૅરોમાં ઘટાડો જોવા મળ્યો.

sensex nifty bombay stock exchange national stock exchange business news